યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દૃરમિયાન કાળા સમુદ્ર (બ્લેક સી)માં હુમલાઓ ચાલુ છે. છેલ્લા કેટલાક દિૃવસોમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓમાં ઘણા ભારતીયો માર્યા ગયા છે, જેનાથી ભારત સરકારમાં િંચતા વધી ગઈ છે. સરકારે આ પ્રદૃેશમાં કામ કરતા અથવા ત્યાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે જણાવ્યું છે કે આ પ્રદૃેશમાં કાર્યરત અથવા ત્યાંથી પસાર થતા વેપારી જહાજો સતત મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમમાં છે.
ભારત સરકાર ભારતીય નાગરિકોને વેપારી જહાજ પર નોકરી સ્વીકારતા પહેલા કોઈપણ માર્ગ સાથે સંકળાયેલા સુરક્ષા જોખમોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની સલાહ આપે છે. સરકાર ભલામણ કરે છે કે એમ્પ્લોયર, ભરતી એજન્સી અને જહાજ સંચાલક પાસેથી જહાજના માર્ગ, તે કયા બંદૃરોની મુલાકાત લેશે. સુરક્ષા વ્યવસ્થા, વીમો અને કટોકટી વ્યવસ્થાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
