કાંધીમાં રાવલ નદી કિનારે સિંહણનો પરિવાર ડેરો જમાવી બેઠો!

બચ્ચા સાથે સિંહણ આરામ કરતી જોવા મળતાં ગ્રામજનોમાં ફફડાટ, વાડી વિસ્તારમાં ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી

ગીરગઢડા તાલુકાના કાંધી ગામની સીમમાંથી પસાર થતી રાવલ નદીના કિનારે સિંહણ પોતાના બચ્ચા સાથે જોવા મળતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સાંજ ના સમયે નદીકાંઠે સિંહણ પોતાના બચ્ચા સાથે આરામ કરતી જોવા મળતાં આસપાસના વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ, કાંધી ગામની સીમમાં રાવલ નદીના કાંઠે સાંજના સમયે એક સિંહણ પોતાના નાના બચ્ચા સાથે આવી પહોંચી હતી. નદી કિનારે સિંહણ લાંબો સમય આરામ કરતી જોવા મળતાં આસપાસના વિસ્તારમાં વન્યજીવની હાજરી અંગે ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ હતી. સિંહણની સાથે બચ્ચું પણ હોવાનેકારણે સ્થાનિકો વધુ સાવચેત બન્યા હતા. રાવલ નદીનો કાંઠો અને આસપાસનો વિસ્તાર ખેડૂતોની વાડીઓ તથા પશુધન ચરાવવાના વિસ્તારો સાથે જોડાયેલો છે. અહીં દિવસ દરમિયાન ખેડૂતો તેમજ માલધારીઓની અવરજવર રહેતી હોયછે.આવી સ્થિતિમાં સિંહણ અને તેના બચ્ચાની હાજરીને પગલે ખેડૂતો અને માલધારીઓ પોતાના પશુધનની સુરક્ષાને લઈને સતર્ક બન્યા છે. ગીર વિસ્તારની સરહદે આવેલા કાંધી સહિતના ગામો માં સિંહ, સિંહણ અને અન્ય વન્યજીવોની અવરજવર અવારનવાર જોવા મળે છે. કુદરતી રહેઠાણઅનેખોરાક ની શોધમાં વન્યજીવો ગામની સીમ તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં આવી પહોંચતા હોય છે. આસપાસના ખેડૂતોમાં ખાસ કરીને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં જવા અંગે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુધન ધરાવતામાલધારી ઓ પણ પોતાના પશુઓને ખુલ્લામાં રાખવા અંગે સાવચેતી રાખી રહ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સક્રિય બની હતી. વનકર્મીઓ દ્વારા સિંહણ અને તેનાબચ્ચાની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સિંહણ કયા વિસ્તારમાંથી આવી છે અને તેની આગળની ગતિવિધિ શું છે તે અંગે વન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.વન વિભાગ દ્વારા ગ્રામજનોને સિંહણ તથા તેના બચ્ચાની નજીક ન જવા, તેમને જોવા માટે ભીડ ન કરવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બચ્ચા સાથે રહેલી સિંહણને ઉશ્કેરવાથી જોખમ ઊભું થઈ શકે છે, તેથી લોકો સુરક્ષિત અંતર જાળવે તેવી સૂચના આપવા માં આવી છે. વન વિભાગે રાત્રિના સમયે ગ્રામજનોને એકલા સીમ વિસ્તારમાં ન જવા, વાડી વિસ્તારમાં જતા સમયે ટોળા માં જવા અને આસપાસ વન્યજીવનીગતિવિધિજણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. કાંધી ગામની સીમમાં રાવલ નદીના કિનારે સિંહણ અને તેના બચ્ચાની હાજરીથી હાલ ગ્રામજનોમાં ભલે ફફડાટ જોવા મળી રહ્યો હોય, પરંતુ વન વિભાગ દ્વારા સિંહણની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનોની સુરક્ષા અને વન્યજીવની સલામતી વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ