વડિયા પીજીવીસીએલની ઉમદા કામગીરી વરસાદમાં વીજ પ્રવાહ યથાવત રહ્યો

સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ થી વરસાદી માહોલ છવાયો છે. વડિયા વિસ્તાર માં 24 તારીખે રાત્રે ભારે વરસાદની સ્થિતિનુ નિર્માણ થતા નદી નાલાઓ છલકાઈ ચુક્યા હતા આવા ભારે વરસાદ સમયે ગ્રામીણ વિસ્તાર માં વીજળીની સમસ્યાઓ ખુબ વધતી હોય છે અને વડિયા અને ગ્રામીણ વિસ્તાર માં ભૂતકાળ માં વીજળી ચોમાસામાં છાસવારે ગુલ થતી હતી પરંતુ છેલ્લા સમયથી વડિયા પીજીવીસીએલ ના તંત્રની ઉમદા પ્રિ મોન્સૂમ કામગીરી ના કારણે ભારે વરસાદ માં પણ વીજળી ગુલ થઇ નથી. જયારે પણ સામાન્ય ફોલ્ટ આવે ત્યારે તેને નિવારવા ઝડપી કામગીરી થઇ રહી છે સોશ્યલ મીડિયામાં વડિયા પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફને અભિનંદન આપતા મેસેજ પણ જાગૃત નાગરિકો વાઇરલ કરતા જોવા મળ્યા છે.ખજૂરી ગામના જાગૃત નાગરિક ચેતનભાઈ દ્વારા લખાયેલ મેસેજ માં ભારે વરસાદ છતાં ખજૂરી ગામમાં વીજ પુરવઠો યથાવત રહેતા ગામ જનોને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી તે બાબત નો ઉલ્લેખ કરી ને તેમણે વડિયા પીજીવીસીએલ ના નાયબ ઈજનેર બી ડી મારું ના માર્ગદર્શન નીચે પ્રિ મોન્સૂન કામગીરી સાથે વડિયા પીજીવીસીએલ ના ટેકનિકલ સ્ટાફની ઉમદા કામગીરી ની નોંધ લોકો લેતા જોવા મળી રહ્યા છે ત્યારે વડિયા પીજીવીસીએલની પ્રિ મોન્સૂન કામગીરીથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ