વિરપુરના ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતો અનૈતિક દેહવ્યાપારનો પર્દાફાશ

પોલીસનો દરોડો, બે શખ્સોને દબોચી લેવાયા

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ખાનગી ગેસ્ટ હાઉસ ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધાનો રાજકોટ ગ્રામ્ય પોલીસની Anti-Human Trafficking Unit (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગેસ્ટ હાઉસના માલિક અને સંચાલક સહિત બે આરોપીઓ સામે Immoral Traffic (Prevention) Act l¡W$m હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ)ના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (ઈંઙજ)ના સૂચન અનુસાર જિલ્લામાં ચાલતા અનૈતિક દેહવ્યાપાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા અઇંઝઞના નોડલ ઓફિસર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ અઇંઝઞની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શુક્લ, ઞઇંઈ દિલીપભાઈ કળોતરા, ઞઙઈ દિલીપસિંહ જયદેવસિંહ, ઞઙઈ મનીષાબેન ખીમાણિયા તથા ડ્રાઈવર સાગરભાઈ વૈશ સહીત ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અઇંઝઞની ટીમે વીરપુરના ચામુંડા ચોક, સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં આવેલ ખોડીયાર ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકોને રૂમમાં અનૈતિક પ્રવૃત્તિ માટે સગવડો પૂરી પાડવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. રૂમના ભાડા ઉપરાંત કમિશન મેળવી આ ધંધો ચલાવવામાં આવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આ ગુનામાં પોલીસે નીચેના આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે (1) નિલેશભાઈ પરસોતમભાઈ ગુજરાતી રહે. જલારામનગર, રેલવે ફાટક પાસે,વીરપુર (2) અજયભાઈ માધુભાઈ ભટી, રહે. ફુલવાડી, રામજી મંદિર રોડ, જેતપુર. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 4,200ની રોકડ રકમ, ચાર પુરુષ નિરોધક પેકેટ તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ આવા ગોરખધંધા ચલાવતા ગેસ્ટ હાઉસો, હોટેલો પર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અનૈતિક દેહવ્યાપાર અને માનવ તસ્કરી જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ