અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે નાયબ મુખ્યમંત્રી સ્કોટલેન્ડ રવાના

હાલ સ્કોટલેન્ડમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સની બારીકાઈથી હર્ષ સંઘવી પાંચ દી’ અભ્યાસ કરશે

હાલ સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે કોમનવેલ્થ ગેમ્સનો અભ્યાસ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્કોટલેન્ડ પહોંચ્યા છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વૈશ્ર્વિક સ્તરની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને આડે હવે વહીવટી તંત્ર પૂરજોશમાં લાગી ગયું છે. આ મહત્વપૂર્ણ આયોજનના પૂર્વ અભ્યાસ અને મેનેજમેન્ટની બારીકાઈઓ સમજવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્કોટલેન્ડના પાંચ દિવસીય સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચવા તરફનું મોટું કદમ છે. ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રાજ્ય સરકાર આગામી સમયમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સનું ભવ્ય આયોજન કરવા માટે કટિબદ્ધ છે. આ મોટા લક્ષ્યાંકને સફળ બનાવવા માટે વર્તમાન સમયમાં સ્કોટલેન્ડ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સનું લાઈવ સુપરવિઝન કરવું અત્યંત આવશ્ર્યક છે. આ જ હેતુસર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે સ્કોટલેન્ડ જવા માટે રવાના થશે. તેમની સાથે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ઓલિમ્પિક સંઘ અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ કમિટીના સિનિયર સભ્યો પણ જોડાશે. આ પ્રતિનિધિ મંડળ આગામી 4 ઓગસ્ટ સુધી સ્કોટલેન્ડમાં રોકાણ કરીને ત્યાંની ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમનો ઝીણવટભરો અભ્યાસ કરશે.અમદાવાદ શહેર હવે વૈશ્ર્વિક સ્પોર્ટ્સ હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. અમદાવાદમાં ભવિષ્યમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના સુચારુ આયોજન માટે અત્યારથી જ ગ્રાઉન્ડ વર્ક શરૂૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસ દરમ્યાન હર્ષ સંઘવી સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ માટેના સ્ટે આવાસ અને ટ્રાફિક મેનેજમેન્ટનું નિરીક્ષણ. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અને વીઆઈપી મહેમાનોની સુરક્ષા માટે અપનાવાતી આધુનિક પદ્ધતિઓ સમજવી સાથે ગ્લોબલ મીડિયા અને લાઈવ પ્રસારણ માટે ઊભી કરવામાં આવતી ટેકનોલોજીનું મૂલ્યાંકન પણ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આગમન પૂર્વે જ ગુજરાત સરકારના ઉચ્ચ આઈએએસ (ઈંઅજ) અધિકારીઓ અને રમતગમત મંત્રાલયનું પ્રતિનિધિ મંડળ અગાઉથી જ સ્કોટલેન્ડ પહોંચી ચૂક્યું છે.

રિલેટેડ ન્યૂઝ