ઉપલેટાના વોર્ડ નંબર ત્રણમાં નગરસેવકે સ્વખર્ચે કાદવ કીચડની સમસ્યા દૂર કરી

રસ્તાનું કામ સ્વખર્ચે પુન: સ્થાપિત કરી જાડેજા બંધુઓે સ્થાનિક લોકોની મુશ્કેલીનો અંત લાવ્યા

ઉપલેટા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં ચોમાસાના ભારે વરસાદ બાદ સ્થાનિક રહીશો માટે અનેક નવી સમસ્યાઓ ઊભી થઈ હતી. ખાસ કરીને આ વોર્ડમાં આવતા વાડલા રોડ વિસ્તાર, કટલેરી બજારના વેપારીઓ અને નેશનલ હાઇવે પાસેના ચુનારવાસ વિસ્તારના લોકોને રસ્તા પર જામેલા કાદવ અને કીચડના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ અત્યંત ખરાબ થઈ ગયા હતા અને લોકોનું ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ અને નિરાશા વ્યાપી ગયા હતા.
સ્થાનિકોએ આ વિકટ પરિસ્થિતિ અંગે વોર્ડ નંબર ત્રણના નિષ્પક્ષ અને નિસ્વાર્થ ભાવે કામ કરતા નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા અને તેમના મોટા ભાઈ તથા ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી. લોકોની સમસ્યા સાંભળતાની સાથે જ બંને ભાઈઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોનું રૂબરૂ અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
હકીકતલક્ષી બાબતોની જાતે તપાસ કર્યા બાદ, તેઓએ સરકારી તંત્રની લાંબી પ્રક્રિયા કે ગ્રાન્ટની મંજૂરીની રાહ જોવાનું ટાળ્યું હતું. તંત્ર પાસે કોઈપણ પ્રકારની આશા કે અપેક્ષા રાખ્યા વિના, નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાએ પોતાના સ્વખર્ચે હજારો રૂપિયાનો ખર્ચ કરીને રસ્તાના સમારકામનો નિર્ણય લીધો હતો. તેઓએ તાત્કાલિક જીએસબી (ૠજઇ) મટીરીયલ મંગાવ્યું હતું અને પોતાની ખુદની સીધી દેખરેખ હેઠળ જેસીબી (ઉંઈઇ) મશીનની મદદથી રસ્તા પરથી કાદવ અને કીચડ હટાવવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.

રિલેટેડ ન્યૂઝ