સંસદૃની નીચલા ગૃહ લોકસભામાં બિલ ધ્વની મતથી પાસ:ભારે હંગામો થતા લોકસભાની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત:હવે બિલ પર રાજ્યસભામાં ચર્ચા
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. ચોમાસુ સત્ર દૃરમિયાન લાંબી ચર્ચા બાદૃ આ બિલને ધ્વનિમતથી મંજૂરી મળી છે. જોકે, બિલ પર ચર્ચા દૃરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદૃાર નોકઝોક જોવા મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને બંને પક્ષો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એન્ટી પેપર લીક બિલ પસાર થયાની જાહેરાત કરી અને આવતીકાલ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી.
લોકસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે કહૃાું કે, જ્યારે આટલા મહત્વના બિલ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સૂચનો આપવાના બદૃલે તેના પર રાજકારણ કરવામાં આવી રહૃાું છે. વિપક્ષના નેતાએ જે અસંસદૃીય ભાષાનો ઉપયોગ કર્યો તે આશ્ર્ચર્યજનક છે. મને નવાઈ લાગે છે કે શું તેમને સંસદૃીય કાર્યવાહીના મૂળભૂત નિયમોની પણ જાણકારી છે? દૃેશના યુવાનો, જે દૃેશનું ભવિષ્ય છે, તેમને ’મૂર્ખ’ કહેવા કરતાં વધુ દૃુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે?
જિતેન્દ્ર િંસહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહૃાું કે, ’૨૧ જુલાઈએ વિપક્ષના નેતા કદૃાચ કોઈ ખાસ વિચારસરણીને કારણે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જઈને બેસી ગયા હતા. એવું લાગી રહૃાું હતું કે તેમની દિૃલથી ઇચ્છા હતી કે દૃેશ તેમને પસંદૃ કરે અને ૭ પીએમ હાઉસમાં બેસાડે. જ્યારે તેમની આ ઇચ્છા પૂરી ન થઈ, ત્યારે તેઓ નિરાશ અને હતાશ થઈ ગયા અને ૭ લોક કલ્યાણ માર્ગના ગેટ પાસે જઈને બેસી ગયા. જ્યારે તેમને ખૂબ જ નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આવું વર્તન તેમના હોદ્દાને અનુરૂપ નથી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને ત્યાંથી હટાવી દૃેવામાં આવે.’
સંસદૃના મોનસૂન સત્ર દૃરમિયાન બે દિૃવસની ચર્ચા અને ગરમાગરમી બાદૃ આજે સંસદૃના નીચલા ગૃહ લોકસભામાં એન્ટી પેપરલીક બિલ પાસ થઈ ગયું. આ દૃરમિયાન સદૃનમાં સતત હંગામો થતો જોવા મળ્યો. ત્યારબાદૃ લોકસભાની કાર્યવાહી આવતી કાલે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. બિલ પાસ થયું તે પહેલા નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનો સત્તા પક્ષે આકરો વિરોધ કર્યો અને તેમની પાસે માફીની માંગણી પણ કરી. જેના પર સદૃનમાં બંને પક્ષ તરફથી ખુબ હંગામો જોવા મળ્યો. ચર્ચા દૃરમિયાન રાહુલ ગાંધીના કથિત અસંસદૃીય શબ્દૃોના ઉપયોગને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દૃીક ટપાટપી પણ જોવા મળી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દિૃલ્હીમાં વિદ્યાર્થીઓના આંદૃોલન દૃરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદૃેશ આપ્યો હતો. જેના પર સદૃનમાં ખુબ હંગામો થયો અને રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરાઈ.
ચર્ચા દૃરમિયાન રાહુલ ગાંધીના ભાષણમાં કથિત અસંસદૃીય શબ્દૃોના ઉપયોગને લઈને પણ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. જેના કારણે ભારે હંગામો થયો.
