સાઉદૃી-અમેરિકાએ ઇરાકમાં સંયુક્ત બોમ્બમારો કર્યો

ભીષણ યુધ્ધમાં ધકેલાઈ રહૃાું છે મિડલ ઇસ્ટ

ટ્રમ્પના સીઝફાયર બાદૃ જોર્ડનમાં યુએસ સ્ૌન્ય બ્ોઝ પર ઇરાનનો મોટો હુમલો

પશ્ર્ચિમ એશિયામાં જારી તણાવ વચ્ચે હવે ખાડી દૃેશોની ભૂમિકા પણ ખુલીને સામે આવવા લાગી છે. અમેરિકા અને સાઉદૃી અરેબિયાએ ઇરાકમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામે સંયુક્ત હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી છેલ્લા ૭૨ કલાકમાં અમેરિકન ઠેકાણાઓ અને સાઉદૃી અરેબિયાના સૈન્ય ઠેકાણાઓ પર થયેલા ૩૦થી વધુ ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે.ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ એ નિવેદૃન બહાર પાડીને જણાવ્યું કે અમેરિકન અને સાઉદૃી લડાકુ વિમાનોએ પૂર્વ ઇરાકમાં અનેક લોજિસ્ટિક્સ અને હથિયારોના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિ અને વાટાઘાટો માટે સૈન્ય હુમલા અટકાવવાના નિર્ણયના થોડા જ દિૃવસો બાદૃ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ આ ઘટનાને અચાનક કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. કમાન્ડ મુજબ, મંગળવારે સાંજે ૫:૪૫ વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ) છોડવામાં આવેલી તમામ મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ (રોકી) કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી.

તાત્કાલિક હુમલા બંધ કરો: UNSC માં ભારતનું સ્પષ્ટ વલણ

પશ્ર્ચિમ એશિયામાં ઝડપથી બદૃલાઈ રહેલી સ્થિતિ વચ્ચે ગાઝામાં ચાલતું યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા હુમલા અને લાલ સાગરમાં અસુરક્ષાના કારણે વૈશ્ર્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ માં કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દૃરિયાઈ માર્ગો પર કોમર્શિયલ જહાજો અને નાગરિક પાયાની સુવિધાઓને ટાર્ગેટ કરવાની બાબત કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.ભારતે ેંદ્ગજીઝ્ર માં જીએફએસ ગેલેક્સી, એમટી અલ બહિયા અને એમટી મોમ્બાસા જેવા જહાજો પર થયેલા હુમલાની સખત િંનદૃા કરી છે.

રિલેટેડ ન્યૂઝ