US સંસદમાં નવો સુધારો રજૂ! રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના કારણે ભારત પર ૧૦૦ ટકા ટેરિફનો ખતરો

નવી દિૃલ્હી: અમેરિકામાં રશિયા પરના પ્રતિબંધોને લઈને બિલમાં ઘણાં સંશોધનો રજૂ કરવામાં આવ્યા છે. આ બિલ ’લિન્ડસે ગ્રાહમ સેક્ધ્શિંનગ રશિયા એન્ડ ઈરાન એક્ટ’ તરીકે ઓળખાય છે, જે અગાઉ યુએસ સેનેટમાં ભારે બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. હવે આ મામલો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચ્યો છે, જ્યાં સાંસદૃો દ્વારા મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. બિલમાં એક નવા સંશોધન હેઠળ ભારત અને ચીન જેવા રશિયાના મોટા વ્યાપારી ભાગીદૃાર દૃેશોના નામ સીધા બિલમાં જોડવાની માંગ કરવામાં આવી છે, જેથી તેમના પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય. ડેમોક્રેટિક સાંસદૃ સ્ટેની હોયર દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદૃતા મુખ્ય દૃેશોને કડક નિયમોના ઘેરાવામાં લાવવાની વાત છે. બીજી બાજુ, સાંસદૃ ગ્રેગરી મીક્સે ટેરિફ પ્રાવધાન ધરાવતા સેક્શન ૧૧૩ ને જ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ટેરિફ સત્તાઓ આપવાના વિરોધમાં છે અને તેમને અન્ય સાંસદૃોનો પણ ટેકો મળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ