નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ટુંક સમયમાં જ ચાર્જ નિશ્ર્ચિત કરશે
વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સફર પર ચાર્જ નહી: પેમેન્ટ માટેની સૌથી લોકપ્રિય-પદ્ધતિ પર ચાર્જનું ગ્રહણ
નવી દિલ્હી: દેશમાં પેમેન્ટ સીસ્ટમમાં અત્યંત લોકપ્રિય બનેલા યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર ચાર્જની લટકતી તલવાર હવે વિંઝાઈ છે. હાલમાં જ સંસદના ચોમાસુ સત્રમાં આ પેમેન્ટને ચાર્જેબલ કરવા માટેનો સુધારા ખરડો મંજુર થયા બાદ કેન્દ્ર સરકારે હવે બેન્કો તથા નાણાકીય કંપનીઓને રૂા.2000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ લેવાની છુટ આપી છે. તા.14ના રોજ બહાર પાડવામાં આવેલા સકર્યુલરમાં સરકારે ચાલાકીપુર્વક રૂા.2000 સુધીના યુપીઆઈ કે રૂપે ડેબીટ કાર્ડના વ્યવહાર પર કોઈ ચાર્જ લેવાશે નહી તેવું જણાવવામાં આવ્યું છે. આમ રૂા.2000થી વધુના વ્યવહારો ચાર્જેબલ છે તે નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે.
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એકટ 2007 મુજબ આ આદેશ અપાયો છે અને તેથી હવે આગામી દિવસોમાં રૂા.2000થી વધુના યુપીઆઈ કે રૂપે કાર્ડના વ્યવહારો ચાર્જેબલ થઈ જશે અને તેના પર બેન્કો કે યુપીઆઈ સેવા આપતી કંપની આપોઆપ ચાર્જ લેશે. સરકારી ભાષામાં જાયંટ ડિસ્કાઉન્ટ રેટ કહેવાય છે. જેના દરો હવે જાહેર થશે. હવે આ ચાર્જ 0.25%થી 0.4% સુધીનો હોઈ શકે છે તેવું આ ઉદ્યોગના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનું માનવું છે અને જેમ એટીએમ સહિતના બેન્કીંગ વ્યવહારો પર નિશ્ર્ચિત ચાર્જ ઉપરાંત જીએસટી વસુલાય છે તેમ આ વ્યવહારોને પણ સર્વિસના ક્ષેત્રમાં આવરી લઈને જીએસટી પણ લાગુ થશે. 2020 જાન્યુઆરીથી આ યુપીઆઈ સીસ્ટમ અમલમાં આવ્યા બાદ તેનો સંચાલનમાં જે ખર્ચ થતો હતો તે સરકાર સબસીડીના રૂપમાં આવતી હતી તથા પેમેન્ટ એપ. પોતે અન્ય બીઝનેસ જેમકે મ્યુચ્યુઅલ ફંડ, અન્ય રોકાણ યોજનામાં તથા લોન વિ. પુરા પાડીને કમાણી કરે છે. હવે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રહેટ પરનો નવો પરિપત્ર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા નિશ્ર્ચિત કરશે. જે માટે યુપીઆઈ એન્ડ સર્વિસ સ્ટીયરીંગ કમીટી જેમાં તમામ સંબંધીત ક્ષેત્રના લોકોનું પ્રતિનિધિત્વ છે તેની બેઠકમાં નિર્ણય લેવાશે. સરકારનો દાવો છે કે નાના રૂા.2000 સુધીના વ્યવહારોનું પ્રમાણ 96% છે અને તેમાં 86% તો રૂા.500 કે તેથી ઓછા છે. જેના પર કોઈ પ્રકારના ચાર્જ લાગશે નહી અને તેની સામાન્ય લોકો પર જતા વ્યાપારીઓને કઈ ચાર્જ વસુલાશે નહી. જો કે તેમાં કોઈ ખરીદી કરો અને વ્યાપારીના નોંધાયેલી પેઢી કે કંપનીના યુપીઆઈ પર રૂા.2000થી વધુનું પેમેન્ટ કરો તો જ આ ચાર્જ લાગશે. વ્યક્તિથી વ્યક્તિના વ્યવહાર પુરી રીતે ચાર્જ ફ્રી રહેશે.
