ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત

આખા ઘરમાં આગ લાગતા પરિવાર ફસાયો

કર્ણાટકના બેલગાવીમાં એક ઘરમાં ફ્રિઝ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે દૃાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ દૃુર્ઘટના સોમવારે મોડી રાત્રે માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવટ ગલ્લીમાં બની હતી.

રાત્રિ ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું

પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં ભારતી ધમોને (૫૦), શારદૃા ધમોને (૪૫), ગંગા ધમોને (૨૫) અને પ્રિયા ધમોને (૨૪)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગજાનન ધમોને (૬૫) અને રોશન ધમોને (૨૧) ગંભીર રીતે દૃાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શારદૃા, ગજાનનના પત્ની હતા અને ભારતી તેમની બહેન હતા. જ્યારે પ્રિયા અને ગંગા તેમની દૃીકરીઓ અને રોશન તેમનો દૃીકરો છે. પ્રાથમિક તપાસ અનુસાર, ઘરમાં રાખેલા ફ્રિઝમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં સૂતેલા સભ્યો બહાર નીકળી શક્યા નહોતા અને અંદૃર જ ફસાઈ ગયા હતા. ધમોને પરિવાર ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી કરી રહૃાો હતો અને તેમણે ઘરમાં સ્થાપના માટે ગણેશજીની મૂર્તિ પણ લાવી રાખી હતી. રાત્રિ ભોજન બાદૃ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું.
સ્થાનિક રહીશોને રાત્રે આશરે ૨:૧૫ વાગ્યે જોરદૃાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. પાડોશીઓ જ્યારે મદૃદૃ માટે દૃોડી આવ્યા ત્યારે ઘરમાં ભીષણ આગ લાગેલી હતી. લોકોએ મહામહેનતે ગજાનન અને રોશનને બહાર કાઢ્યા, પરંતુ અન્ય ૪ સભ્યો ગંભીર રીતે બળી જતાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગજાનન અને રોશન આશરે ૬૦ ટકા જેટલા દૃાઝી ગયા છે.

રિલેટેડ ન્યૂઝ