પાકિસ્તાનમાં ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ પેટ્રોલ ૩૮૦ જ્યારે ડીઝલ ૪૧૦ રૂપિયે પ્રતિ લિટર

ભારતના પાડોશી દૃેશ પાકિસ્તાનની સ્થિતિ દિૃવસ જાય તેમ અત્યંત ગંભીર થતી જણાઇ રહી છે. જેમ જેમ દિૃવસો વીતી રહૃાા છે તેમ તેમ જનતાએ ભારે મોંઘવારીનો સામનો કરવો પડી રહૃાો છે. ખાસ કરીને, સરકાર દ્વારા ઝીંકવામાં આવેલા યુઅલ બોમ્બને કારણે ઘરગથ્થુ ખર્ચમાં સતત વધારો થઈ રહૃાો છે. આજે મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. શાહબાઝ શરીફ સરકાર દ્વારા કરવામાં આવેલા આ તીવ્ર વધારા બાદૃ, પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૩૮૦ રૂપિયાને વટાવી ગયા છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૪૧૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

દૃેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૪.૪૨ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

મંગળવારે શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર જનતા પર “મોંઘવારીનો બોમ્બ” ઝીંક્યો. દૃેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૪.૪૨ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે; પરિણામે, હવે લોકોને એક લિટર પેટ્રોલ માટે ૩૭૫.૮૨ રૂપિયાને બદૃલે ૩૮૦.૨૪ રૂપિયા ચૂકવવા પડશે.
બીજી તરફ, હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૬.૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેનો ભાવ ૪૦૩.૩૨ રૂપિયાથી વધીને ૪૦૯.૪૨ રૂપિયા પ્રતિ લિટર થયો છે. ઈંધણના આ નવા ભાવ ૧૫ સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.
પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સમીક્ષા કર્યા બાદૃ ઊર્જા મંત્રાલય (પેટ્રોલિયમ વિભાગ) દ્વારા આ નવા દૃરો જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલો આ સતત છઠ્ઠો વધારો છે. શાહબાઝ શરીફ સરકાર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને ખર્ચ સંબંધિત અન્ય પરિબળોના આધારે ઈંધણના ભાવની સમીક્ષા કરે છે અને નવા દૃરો જાહેર કરે છે.
ઉલ્લેખનીય છે કે ૧૭ જુલાઈએ સરકારે ભાવ નિર્ધારણની એક નવી પદ્ધતિ જાહેર કરી હતી, જેના હેઠળ પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદૃનોના ભાવમાં દૃૈનિક ધોરણે ફેરફાર કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ