જો આપ વિચારી રહ્યા હો કે એશિયાના સૌથી મોટા અબજો પતિ મુકેશ અંબાણી કે પછી ચીનના અબજોપતિ ઝાંગ યિમિંગ છે તો હવે આપે આપનું જનરલ નોલેજ અપડેટ કરી લેવું પડશે. જીહા, ત્રણ દિવસ પહેલા ગૌતમ અદાણી પાસેથી છીનવાયેલા ‘એશિયાના સૌથી અમીર’નો તાજ હવે એમને પાછો મળી ગયો છે.
અદાણી ગ્રુપના ચેરમેને માત્ર 72 કલાકમાં પોતાનો ગુમાવેલો દરજજો પાછો મેળવી લીધો છે.
મંગળવારે ચીનની લોકપ્રિય કંપની બાઈટ ડાન્સ કે જે ટિકટોકની પેરેન્ટ કંપની છે, તેમા કો-ફાઉન્ડ ઝાંગ યિમિંગે અદાણીને પાછળ રાખીને એશિયાના સૌથી અમીરનો દરજજો મેળવ્યો હતો પણ તેમનો આ દરજજો વધુ સમય ટકી શકયો નહોતો.
ગુરુવારે અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીથી અદાણી ગ્રુપના સંપતિમાં 1.22 અબજ ડોલરનો વધારો થયો હતો. બ્લુમબર્ગ બિલિયેનર્સ ઈન્ડેકસના તાજા આંકડા મુજબ હવે અદાણીની કુલ નેટવર્થ 106 અબજ ડોલર થઈ ગઈ છે, જયારે ઝાંગની 105 અબજ ડોલર થઈ છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેના કારણે અદાણીને 4.44 અબજ ડોલર એટલે કે લગભગ 42000 કરોડ રૂપિયાનો મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે પોતાનો દરજજો મેળવી લીધો છે.
