મશીન જ બનાવી રહૃાા છે રોબોટ, ચીને ખોલી ફેક્ટરી

દર ૧૦ મિનિટે બનાવશે રોબોટ

દૃુનિયાભરના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે કે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર જે ઝડપથી કામ થઈ રહૃાું છે. તેની ગતિ ધીમી કરવી જોઈએ તેની સાથે જ, આ ટેક્નોલોજી પર માનવ નિયંત્રણ સુનિશ્ર્ચિત કરવા માટે ઠોસ પગલાં ભરવા જોઈએ, પરંતુ ચીને પહેલા તો આ ગતિ ધીમી કરવાનો ઈનકાર કર્યો અને હવે તેણે એક એવી રોબોટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે, જે દૃર ૧૦ મિનિટે એક રોબોટ બનાવી શકે છે. આખરે ચીનની શું યોજના છે? રોબોટિક્સની આ હોડથી તેને શું ફાયદૃો મળવાનો છે?
ચીનની રોબોટિક શક્તિ કેટલી વધી ચૂકી છે, તેનો નજારો તેણે ગયા મહિને યોજાયેલી બીજી વર્લ્ડ હૃાુમનોઇડ રોબોટ ગેમ્સમાં બતાવી દૃીધો હતો. આ ગેમ્સમાં ૨,૦૦૦ રોબોટ્સે માણસોની જેમ અનેક પ્રકારના કરતબ બતાવ્યા અને રમતગમતના અનેક વર્લ્ડ રેકોર્ડ તોડ્યા. આ જોઈને દૃુનિયા આશ્ર્ચર્યચકિત રહી ગઈ.
જ્યારે ૨૦૨૫ની આ જ રોબોટિક ગેમ્સમાં ચીનના મોટાભાગના રોબોટ્સ પોતાનું ટાસ્ક પણ યોગ્ય રીતે પૂર્ણ કરી શકતા નહોતા. કોઈ લથડાઈને પડી રહૃાું હતું, તો કોઈ દિૃવાલ સાથે અથડાઈ રહૃાું હતું, પરંતુ ઓગસ્ટ ૨૦૨૬માં યોજાયેલી ગેમ્સમાં ચીને બતાવી દૃીધું કે તે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં અમેરિકા અને યુરોપિયન દૃેશોથી આગળ નીકળી ચૂક્યું છે.
ચીની મીડિયાના અહેવાલો અનુસાર, આ ફેક્ટરીને એક ડિજિટલ સિસ્ટમ સંચાલિત કરે છે, જેને ેંમ્ઈઝ્રૐ પોતાનું ‘સ્માર્ટ બ્રેઇન કહે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ફેક્ટરીના સંચાલનમાં મદૃદૃ કરે છે. શું બનાવવાનું છે તેનો નિર્ણય લેવાથી લઈને પાર્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને તૈયાર રોબોટ્સની ગુણવત્તાની તપાસ કરવા સુધીની પ્રક્રિયામાં આ સિસ્ટમ મદૃદૃ કરે છે.
દૃરેક રોબોટને તેનો અલગ સીરિયલ નંબર પણ આપવામાં આવે છે.
હૃાુમનોઈડ રોબોટ ગેમ્સમાં જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ હતા, તેમાંના મોટાભાગના રોબોટ્સ આ જ કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા અને જે રીતે આ રોબોટ્સે ગેમ્સમાં પ્રદૃર્શન કર્યું, તેનાથી સ્પષ્ટ છે કે માત્ર એક વર્ષના સમયગાળામાં તેમાં કેટલું પરફેક્શન લાવવામાં આવ્યું છે.
ફેક્ટરીમાંથી કોઈ હૃાુમનોઇડ રોબોટ બહાર આવે તે પહેલાં તેની વિસ્તૃત તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં લગભગ ચાર કલાકનો સમય લાગે છે. ત્યાર બાદૃ તેની ૩૬૦ ડિગ્રી વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં રોબોટની બહારની સ્થિતિ અને તેની બનાવટની દૃરેક ખૂણેથી તપાસ કરવામાં આવે છે.
ચીન છૈં અને રોબોટિક્સ પર પોતાનું કામ વધુ ઝડપથી ચાલુ રાખશે. ચીનની સરકાર તરફથી આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે. આવું એવા સમયે થઈ રહૃાું છે જ્યારે દૃુનિયાભરમાં છૈંના જોખમોને લઈને ચર્ચા ચાલી રહી છે અને તેના કારણે માનવજાતના અસ્તિત્વ પર ઊભા થઈ શકે તેવા ખતરાઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે.
ચીને સ્પષ્ટ કરી દૃીધું છે કે તે કોઈપણ િંકમતે છૈં પર ચાલી રહેલા પોતાના કામની ગતિ ધીમી નહીં કરે. બીજી તરફ, ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકન કંપનીઓને પોતાની ગતિ ધીમી કરવા નહીં કહે, કારણ કે જો આવું કરવામાં આવ્યું તો છૈં અને રોબોટિક્સના ક્ષેત્રમાં અમેરિકા ચીનથી પાછળ રહી શકે છે.

રિલેટેડ ન્યૂઝ