વિવિધ સ્પર્ધાઓમાં અનેક મેડલો જીત્યા
વડિયા ખાતે તાલુકા કક્ષાના ’ખેલ મહાકુંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢુંઢીયા પીપળીયા સ્થિત આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અદ્ભુત રમતગમત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાઓમાં શાળાના વિજેતા ખેલાડીઓએ વિવિધ વયજૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તેમજ સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. તાલુકા કક્ષાએ આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ નીચે મુજબ છે. અંડર-11 કેટેગરીમાં (બહેનો): બસીયા અદિતીબેનએ ચેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-14 કેટેગરીમાં (બહેનો): નિધી પડશાળાએ ઊંચી કૂદમાં દ્રિતીય ક્રમ, આસ્મી તળાવિયાએ યોગાસનમાં દ્રિતીય ક્રમ, નૈત્રી પાધડાળએ ચેસમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં (બહેનો): તૃષા વઘાસીયાએ 200મી.દોડમાં તૃતીય ક્રમ, અવની હીરપરાએ ઊંચી કૂદમાં તૃતીય ક્રમ, તેમજ ધ્યાના બોરડએ યોગાસનમાં પ્રથમ ક્રમ, આયુષી રાઠોડએ યોગાસનમાં દ્રિતીય ક્રમ, હીર ઠુંમરએ યોગાસનમાં તૃતીય ક્રમ, પલક પીઠડીયાએ ચેસમાં દ્રિતીય ક્રમ, આયુષી રાઠોડએ લંગડી ફાળ કુદમાં પ્રથમ ક્રમ, ક્રિષ્ના કથીરીયાએ લંગડી ફાળ કુદમાં દ્રિતીય ક્રમ, તેમજ રસ્સા ખેંચમાં ટીમએ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ અંડર-9 કેટેગરીમાં (ભાઈઓ): જમાલ જમરે 30 મીટર દોડમાં પ્રથમ ક્રમ, તેમજ જમાલ જમરે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-14 કેટેગરીમાં (ભાઈઓ): હિયાન બુહા 600મીટર. દોડમાં તૃતીય ક્રમ, અભિષેક હિરપરા ચક્ર ફેંકમાં દ્રિતીય ક્રમ, સ્મિત લીંબાસીયાએ ઊંચી કૂદ દ્રિતીય ક્રમ, ધ્રજ રાદડીયા યોગાસનમાં પ્રથમ ક્રમ, ધર્મ વાવલીયા યોગાસનમાં દ્રિતીય ક્રમ, અરમાન મકવાણા યોગાસનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં (ભાઈઓ): ભવ્ય રૂડાણીએ 800મીટર. દોડમાં તૃતીય ક્રમ, હાર્મિન વાડદોરીયાએ 1500મીટર.દોડમાં દ્રિતીય ક્રમ, દિપ રાઠોડ 1500મીટર.દોડમાં તૃતીય ક્રમ, ઉમેશ સોલંકીએ લાંબી કૂદમાં પ્રથમ ક્રમ, ઉમીદ મકવાણાએ ઊંચી કૂદમાં દ્રિતીય ક્રમ, ભવ્ય રૂડાણીએ યોગાસનમાં દ્રિતીય ક્રમ, હેત વેકરીયાએ યોગાસનમાં તૃતીય ક્રમ, તેમજ હેત વેકરીયાએ બરછી ફેંકમાં તૃતીય ક્રમ, ઉમીદ મકવાણા એ લંગડી ફાળ કુદમાં પ્રથમ ક્રમ, ઉમેશ સોલંકીએ લંગડી ફાળ કુદમાં દ્રિતીય ક્રમ, તેમજ રસ્સા ખેંચમાં ટીમએ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
