મધ્યપ્રદૃેશના સુપ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કમાંથી ભારત માટે ગૌરવ અને આનંદૃના સમાચાર સામે આવ્યા છે. દૃેશમાં ચિત્તાઓના પુનર્વસન માટે ચાલી રહેલા ’પ્રોજેક્ટ ચિત્તા’ હેઠળ વધુ એક સફળતા મળી છે. ભારતમાં જ જન્મેલી ૩૨ મહિનાની માદૃા ચિત્તા ’ત્નઁ૨૧’એ આજે(૫ ઓક્ટોબર) પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ સાથે જ દૃેશમાં ચિત્તાઓનો કુલ આંકડો વધીને ૬૦ પર પહોંચી ગયો છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય ભૂમિ પર જન્મેલી માદૃા ચિત્તા દ્વારા બચ્ચાઓને જન્મ આપવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ ’મુખી’ અને ’ય્ઁ૧૨’ નામની માદૃા ચિત્તાઓએ સફળતાપૂર્વક બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હવે ’ત્નઁ૨૧’ના આ નવા પાંચ મહેમાનો સાથે જ ભારતની ભૂમિ પર જન્મેલા ચિત્તાઓની સંખ્યા વધીને ૪૧ થઈ ગઈ છે, જે દૃેશમાં ચિત્તાઓની નવી પેઢીના મજબૂત ભવિષ્યની સાક્ષી પૂરે છે.આ ઘટના માત્ર સંખ્યાત્મક દ્રષ્ટિએ જ નહીં પરંતુ જૈવિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. આ નવજાત બચ્ચાઓના પિતા બોત્સવાનાથી લાવવામાં આવેલો નર ચિત્તા છે.
જેના કારણે ભારતમાં હવે ચિત્તાઓની વસ્તીમાં બોત્સવાનાનો નવો જિનેટિક વંશ ઉમેરાયો છે. વન વિજ્ઞાનીઓના મતે, અલગ-અલગ જિનેટિક લાઇનએજથી ભવિષ્યમાં ચિત્તાઓની પ્રજાતિ વધુ મજબૂત અને રોગપ્રતિકારક બનશે.
આ સફળતા પાછળ રાત-દિૃવસ એક કરનારા પશુચિકિત્સકો, ફીલ્ડ સ્ટાફ, વન સંરક્ષકો અને કુનો નેશનલ પાર્કની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. નિષ્ણાતોના અથાક પરિશ્રમ અને યોગ્ય સારસંભાળના કારણે જ ભારતમાં ચિત્તા સંવર્ધનનો આ પ્રોજેક્ટ સફળતાના નવા શિખરો સર કરી રહૃાો છે.
