મુખ્યમંત્રીની ખેલદિલી : રાજકોટના ખેલૈયા અને સંસ્કૃતિના જતન માટે સીએમે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું

સહિયર ક્લબના પ્રમુખ વાળાએ સીએમનો આભાર માન્યો

ગુજરાતના સુશાસનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોજ પોતાના કાર્યોથી સિધ્ધિ ઉમેરતાં જાય છે. ફરીએકવાર માનવતા અને કોઠાસૂઝની અનુભૂતિ રાજકોટને થાય એવો પ્રસંગ બન્યો છે. રાજકોટનાં રેસ્કોર્સ ગ્રાઉન્ડ પર નવરાત્રીના આયોજનની સહિયર દ્વારા જાહેરાત થઈ ચૂકી છે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી આ ગ્રાઉન્ડ સહિયર કલબને ફાળવવામાં આવ્યું છે. એજ ગ્રાઉન્ડ ખાતે તારીખ 6/ 7 ઓક્ટોબરના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં એક સમારોહનું આયોજન જાહેર થયું. વિશાળ ડોમ અને સેટઅપમાં આ સમારોહની ગતિવિધિઓ થઈ રહી હતી. વિટંબણા સર્જાઈ ટેક્નિકલ કેમકે આ વિશાળ સેટઅપને ત્યાંથી ખસેડવામાં 3 થી 4 દિવસનો સમય જાય. જો આવું થાય તો સહિયર ક્લબના આયોજનની બધીજ તૈયારીઓ માટે 24 કલાક પણ ન મળે અને નવરાત્રી રદ કરવી પડે તેવા સંજોગો ઊભા થયા. સહિયરના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ પત્રવ્યવહારથી મુખ્યમંત્રીને આ સમસ્યા જણાવી, માત્ર 24 કલાકમાં માનવતા દર્શાવી પોતાની આગવી કોઠાસૂઝથી ભૂપેન્દ્રભાઈ પટેલે આયોજન કરતી એજન્સીને સ્થળ પરિવર્તન કરવાની સૂચના આપી દીધી. આટલા ટૂંકા સમયમાં સરકાર આટલો પોઝીટીવ અને અપેક્ષિત જવાબ આપી શકે તેવું ભૂપેન્દ્રભાઈએ સાબિત કરી બતાવ્યું. સહિયર રાસોત્સવને આયોજનની પૂર્વયોજિત તૈયારી કરવાનો હવે આ નિર્ણયના કારણે પૂરો સમય મળશે. હજારો ખેલૈયાઓ, આયોજકોની મનની વેદના સમજી મુખ્યમંત્રીએ કાર્યક્રમનું સ્થળ પરિવર્તન કરાવતા પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા એ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ