મહેસૂલ કર્મચારીઓની માસ સીએલ : અરજદારો રઝળ્યાં

ગ્રેડ પે સહિતની 14 માગણીઓ નહીં સંતોષાતા બુધવારથી બેમુદતી હડતાલનું એલાન : કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્ર્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનની જાહેરાત કરી છે. આશરે 10000થી વધુ કર્મચારીઓ દ્વારા આજે સામૂહિક રજા એટલે કે માસ ઈક પર જવાનો નિર્ણય લઇને કલેકટર કચેરીઓએ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. સાથે જ, જો સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે. મહેસૂલ કર્મચારીઓના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કારકૂનોના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે એક જ વર્ષમાં સરકાર સમક્ષ 38 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં અસંતોષ વધ્યો છે.
ખાસ કરીને બઢતી, બદલી અને જોબચાર્ટ જેવા મુદ્દાઓને લઈને કર્મચારી સંગઠન દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે કર્મચારીઓ આ મુદ્દે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું સંગઠનનું કહેવું છે.જો મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ માસ ઈક પર જાય અથવા 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ થાય, તો રાજ્યભરની મહેસૂલ સંબંધિત કામગીરી પર અસર પડવાની શક્યતા છે. મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી

‘સર્વિસ બ્રેક’ની કાર્યવાહી કરવા કલેકટરોને આદેશ
કર્મચારીઓના માસ ઈકના એલાન બાદ રાજ્ય સરકાર પણ સક્રિય બની છે. મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટરોને કર્મચારીઓ નિયમિત રીતે ફરજ પર હાજર રહે તે સુનિશ્ર્ચિત કરવા સૂચના આપી છે. સરકાર દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે માસ ઈક પર જતા કર્મચારીઓ સામે ’સર્વિસ બ્રેક’ સહિતની વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જોકે, કર્મચારી સંગઠનનું કહેવું છે કે તેમણે અગાઉથી રજા અંગેના રિપોર્ટ આપી દીધા છે અને સરકારની ચીમકી છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ છે.

રિલેટેડ ન્યૂઝ