મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રોશમાં છે : કોંગ્રેસ અધ્યક્ષે ઝ્રઈઝ્રના રાજીનામાની માંગ સાથે ૩ મુખ્ય માંગણી રજૂ કરી
મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો ભારે આક્રોશમાં છે. વિપક્ષો સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ)ના મતદૃારોના નામ કાપવા મામલે તેમજ ચૂંટણી પંચની નિષ્પક્ષતાના સવાલો ઉઠાવીને જ્ઞાનેશ કુમારનું સતત રાજીનામું માંગી રહૃાા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઝ્રઈઝ્ર પર આકરા પ્રહારો કરીને ૩ માંગ કરી છે.
ખડગેએ સોમવારે ચૂંટણી પ્રક્રિયા અને વ્યવસ્થાને લઈને પક્ષ તરફથી ૩ મુખ્ય માગણીઓ રજૂ કરી સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું કે, આ એવી માગણીઓ છે જેના પર કોઈપણ પ્રકારનું સમાધાન શક્ય નથી. આ માગણીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(જીૈંઇ) રદૃ કરવું અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાઓને લઈને દૃેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને ઇન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદૃર્શન કરી રહૃાા છે.
આ સાથે દૃેશના જુદૃા-જુદૃા ભાગોમાં જે નાગરિક સંગઠનો અને યુવા સંગઠનો આ મામલે અવાજ ઉઠાવી રહૃાા છે, પક્ષ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.
દૃેશની રાજધાની દિૃલ્હીમાં મહિલા પત્રકારો સાથે બનેલી કથિત ઘટના અંગે પણ િંચતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિૃલ્હીમાં મહિલા પત્રકારોને હેરાન કરી છે, જે બાબત અત્યંત િંનદૃનીય છે. સરમુખત્યાર ખૂબ ગભરાઈ ગયા છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટેના ષડયંત્રો ચાલી રહૃાા છે.
