મધ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા આવેલ પરિવાર ઉપર થયો વજ્રઘાત
દેવડાના વાડીવિસ્તારમાં ખાલી કુવામાં પડી જતા શ્રમિકનું મોત થયુ છે. મધ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા આવેલ પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. મૂળ મધ્યપ્રદેશ તથા હાલ દેવડા ગામે રહેતા સુખરામ ડાવર દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એવી વિગત જાહેર કરવામાં આવી છે કે દેવડા ગામે મલબારા વાડી વિસ્તારમાં હરદાસભાઇ પરબતભાઇ ઓડેદરાની વાડીએ રહેતા જગન કેરીયા ડાવર ઉ.વ.37 તા.14-10ના રાત્રીના સમયે મલબારા વાડીવિસ્તારમાં કેશુભાઇ અરભમભાઇની વાડીમાં આવેલ પાણી વગરના ખાલી કુવામા પડી ગયા હતા અને તેમાં તેમનું મોત થયુ છે.
