એસઆઇઆર વિવાદૃ વચ્ચે ચૂંટણી પંચનો આદેશ
૩૦ રાજ્યોમાંથી ૧૩ કરોડ નામો દૃૂર કરાયા હતા
ચૂંટણી પંચે મધ્યપ્રદૃેશ, ઉત્તર પ્રદૃેશ, બિહાર ગુજરાત અને રાજસ્થાન સહિત ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાં મતદૃાર યાદૃીઓનું સ્પેશિયલ સમરી રિવિઝન કરવાનો આદૃેશ આપ્યો છે. આનાથી મતદૃાર યાદૃીઓ અપડેટ થશે.
નવા નામ ઉમેરવામાં આવશે અને અગાઉ દૃાખલ કરેલી માહિતીમાં ભૂલો સુધારવામાં આવશે. ૨૦૨૭ માં ૧૮ વર્ષના થનારા યુવાનો પણ મતદૃાર યાદૃીમાં પોતાના નામ ઉમેરવા માટે અરજી કરી શકશે.આ આદૃેશ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પરના વિવાદૃ અને વિરોધ વચ્ચે આવ્યો છે, જે દૃરમિયાન ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાં મતદૃાર યાદૃીમાંથી લગભગ ૧૩ કરોડ નામો દૃૂર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે કહૃાું છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાં એસઆઇઆર ચાલી રહૃાું છે અથવા તાજેતરમાં પૂર્ણ થયું છે, ત્યાં એસએસઆર માટેનું સમયપત્રક પછીથી જાહેર કરવામાં આવશે.ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જીજીઇનો હેતુ મતદૃાર યાદૃીને સચોટ અને અદ્યતન રાખવાનો છે. આમાં લાયક મતદૃારો ઉમેરવા, રેકોર્ડ કરેલી માહિતીમાં ભૂલો સુધારવા અને જરૂરી ફેરફારો કરવાનો સમાવેશ થાય છે.
