રોલર સ્કેટિંગમાં રાજ્યકક્ષાએ ભાવનગરની બાળકીએ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા

અમદાવાદના બોપલ ખાતે આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં ધ રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા 46વિં ૠજછજઅ સ્પીડ ઇનલાઇન સ્કેટિંગ ચેમ્પિયનશિપ – 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 8/10 થી 12/10 સુધી યોજાયેલી આ સ્પર્ધામાં ભાવનગરના નવ વર્ષીય પ્રતિભાશાળી સ્કેટર નૈતિક માલાભાઈ ચોસલાએ શાનદાર દેખાવ કરીને બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.ભાવનગરના નવાપરા સ્થિત ‘ધ એવેન્જર્સ ગ્રુપ ડી.પી.એસ. આઈડીએસ’ના હોનહાર સ્કેટર નૈતિક ચોસલાએ કોચ અમિત મકવાણાના સચોટ માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા માટે કઠિન તાલીમ મેળવી હતી. નૈતિકે આ ટૂર્નામેન્ટમાં અદ્ભુત કુશળતા દર્શાવતા સ્પીડ ઇનલાઇન વય જૂથ-5 માં ભાગ લીધો હતો.
તેણે 1 લેપની રેસ માત્ર 30.25 સેક્ધડમાં પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે 3 લેપની રેસ માત્ર 1 મિનિટ 22 સેક્ધડમાં પૂર્ણ કરીને વધુ એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ તેણે ‘ધ એવેન્જર્સ ગ્રુપ’, ‘શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ’, ‘રામમંત્ર મંદિર, ભાવનગર’, પોતાના પરિવાર તેમજ પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે. નાની વયે જ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરીને તેણે લાલચોળ તેમજ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે અને રાષ્ટ્રીય સ્તરે જવાની કેડી કંડારી દીધી છે.
છજઋઈં ની જોડી “ૠજછજઅ” એ ગુજરાતની સૌથી હાઈએસ્ટ તથા ટફ્ટેસ્ટ સ્કેટિંગ ટુર્નામેન્ટ માનવામાં આવે છે, જેમાં ગુજરાત લેવલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવું એ કોઈ ઐતિહાસિક સિદ્ધિથી કમ નથી. માત્ર 9 વર્ષની નાની વયમાં “ઇનલાઇન” સ્કેટિંગ કરવું એ ખૂબ જ મહેનત, પરિશ્રમ, ડિસિપ્લિન અને સ્ટેમિનાની માંગ કરે છે. નૈતિકની આ અસાધારણ સિદ્ધિ બદલ પોલીસ વિભાગ, સ્નેહીજનો અને મિત્રો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ