એલસીબી પોલીસે બે ડમ્પર, હિટાચી મશીન કબજે કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજના વહન અંગે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાની બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના હરીપર ગામની સીમ વિસ્તારમાં કાળા પથ્થર (ખનીજ)નું હિટાચી મશીન વડે ખનીજ ખનન કરી, વહન કરવામાં આવતું હોવાથી અહીં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અલગ અલગ બે ડમ્પર તેમજ હિટાચી મશીન સાથે આશરે 32 ટન જેટલા કાળા પથ્થરનો જથ્થો કબજે કરી, આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
