‘આરામકો પર હુથીઓનો હુમલો: સાઉદૃીની વળતી એરસ્ટ્રાઇક

મધ્યપ્ાૂર્વનું સંકટ વધુ વકરવાના ભણકારા

વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ કંપનીના વહીવટી સંકુલ પર હુથીઓએ મિસાઇલ ઝીંક્યા બાદૃ આગ:સાઉદૃી ગઠબંધનના યમનમાં હુથીના ઠેકાણા પર ભીષણ હવાઈ હુમલા

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઇરાન વચ્ચેનું યુધ્ધ હવે ઇરાન સમપર્થિત યમના હુથી વિદ્રોહીઓ અને સાઉદૃી અરેબિયા વચ્ચે કેન્દ્રિત થયું છે. બુધવારે હુથીઓએ સાઉદૃી અરેબિયા સ્થિત વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ કંપનીના વિવાદૃમાં આવેલા વહીવટી સંકુલમાં કરેલા ક્રુઝ મિસાઇલ હુમલામાં સંકુલમાં રહેણાંકના ૧૩ મકાનોન્ો ક્ષતિગ્રસ્ત થયા હતા ત્ોમજ ઓફિસન્ો પણ નુકસાન થયું હતું.

મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચેનુ યુદ્ધ હવે યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ તથા સાઉદી અરેબીયા વચ્ચે ફોકસ થઈ ગયુ હોય તેમ આજે વધુ એક જબરદસ્ત પ્રહાર થયો હતો. હુથી વિદ્રોહીઓએ વધુ એક વખત વિશ્ર્વની સૌથી મોટી તેલકંપની અરામકોને નિશાન બનાવી હતી. મિસાઈલ ઝીંકતા સંકુલમાં આગ ફાટી નિકળી હતી. બીજી તરફ સાઉદી ગઠબંધન દ્વારા યમનના પાટનગર સતામાં હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ત્યારબાદ રિયાધ અને પુર્વીય પ્રાંતમાં મિસાઈલ એલર્ટ જારી થયા હતા. નવા ઘટનાક્રમથી મધ્યપુર્વનુ સંકટ વધુ ગંભીર બનવાના ભણકારા છે.
સાઉદી અરેબિયા અને યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક તબક્કામાં પહોંચી ગયો છે. મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વીય શહેર ધહરાન માં આવેલી વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ કંપની ’સાઉદી અરામકો’ ના વહીવટી સંકુલ ને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું.
સાઉદી સરકારી સમાચાર એજન્સી અને ઊર્જા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઈલ હુમલા બાદ અરામકોના મુખ્ય ભવનમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં કંપનીની ઓફિસ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અરામકોનું આ સંકુલ કંપનીના મુખ્ય ઓપરેશનલ હબ તરીકે કામ કરે છે. અરામકોના ઓઇલ કૂવા, પાઈપલાઈન, રિફાઇનરીઓ અને એક્સપોર્ટ ટર્મિનલ્સ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, જેના પર થયેલો આ હુમલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે.
સાઉદી ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે ધહરાન ઉપર હુમલા માટે છોડવામાં આવેલી મિસાઈલના કેટલાક ટુકડા એક રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ પડ્યા છે. આ ઉપરાંત, સત્તાવાળાઓએ રાજધાની રિયાદ અને દેશના દક્ષિણી ભાગોમાં પણ હુથીઓની અનેક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ રોકીને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.
આ અગાઉ શનિવારે રિયાદ એરપોર્ટ પર થયેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 13 લોકોનાં મોત થયા હતા, જેને છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

નાગરિક માળખા પર હુમલા તાત્કાલિક બંધ કરો:ભારત

નવી દિૃલ્હી : સાઉદૃી અરેબિયામાં તાજેતરના હુમલાઓ અને અરામકોના મુખ્યાલયને નિશાન બનાવવા પર ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ હુમલાઓની િંનદૃા કરતા કહૃાું કે સાઉદૃી અરેબિયાના નાગરિક માળખા પર હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક બંધ કરવા જોઈએ.
ભારત સાઉદૃી અરેબિયાની સરકાર અને લોકો સાથે તેની સાર્વભૌમત્વની રક્ષામાં એકતામાં ઉભું છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતને આશા છે કે આ ક્ષેત્રમાં ટૂંક સમયમાં શાંતિ અને સામાન્યતા પુન:સ્થાપિત થશે. તેમણે એમ પણ કહૃાું કે ભારતીય દૃૂતાવાસ સાઉદૃી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી પર સતત નજર રાખી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ