અમેરિકી વિદૃેશમંત્રી રૂબિયો જામનગર આવશે

આરામ્કો પર હુમલા વધતા અમેરિકાની નજર રિલાયન્સ પર

૧૭ થી ૨૨ ઓક્ટોબરે ભારતના પ્રવાસ દૃરમિયાન રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આગામી 17 ઓકટોબરથી 22 ઓકટોબર સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ ગુજરાતમાં જામનગરની મુલાકાત પણ લેશે. ભારત સાથેના વ્યુહાત્મક દ્વીપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવા તથા ઉર્જા સરકાર વધારવાની વાતચીત પર ફોકસ રહેવાના સંકેત છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ મિનિસ્ટ્રિયલ મીટિંગ’ માં ભાગ લેશે. આ પ્લેટફોર્મમાં મધ્ય એશિયાના પાંચ દેશો (ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાન) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે. આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે.ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારત-અમેરિકા વચ્ચે કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્ર્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ