૨૦૨૭નો વર્લ્ડ કપ દૃક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે
૨૦૨૭ના આઈસીસી મેન્સ વનડે વર્લ્ડ કપને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ અત્યારથી જ ટૂર્નામેન્ટની ટિકિટ માટે વિશ્ર્વભરમાંથી મોટી સંખ્યામાં અરજીઓ મળી રહી છે.
આઈસીસીના જણાવ્યા અનુસાર, ટિકિટ માટેની નોંધણી શરૂ થયાના માત્ર ૧૨ દિૃવસમાં ૧૪૨ દૃેશોમાંથી ૧.૫ કરોડથી વધુ ટિકિટ અરજીઓ મળી છે. આ ટૂર્નામેન્ટ દૃક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાની છે. આઈસીસીએ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરેલી માહિતી પ્રમાણે, ટિકિટ માટે કુલ ૧,૫૦,૮૩,૭૫૨ અરજીઓ મળી છે. આ અરજીઓ માટે ૧૪૨ દૃેશોના ચાહકોએ કુલ ૪૪,૨૩,૪૧૭ બેલેટ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે.
ટિકિટ માટેની નોંધણી ૧ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આઈસીસીના આંકડા દૃર્શાવે છે કે ટૂર્નામેન્ટ શરૂ થવાના ઘણા સમય પહેલાં જ ક્રિકેટપ્રેમીઓમાં તેને લઈને ભારે ઉત્સુકતા છે. નોંધનીય છે કે ટિકિટ માટેની અરજીઓની સંખ્યા અને નોંધણી કરાવનારા લોકોની સંખ્યા અલગ છે.
