લંડનમાં મહંત સ્વામી મહારાજના હસ્તે અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ

મહંત સ્વામી મહારાજનો સંકલ્પ સિદ્ધ થયો
આ પાઠશાળાનું ‘અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા એવું નામકરણ પણ ખુદૃ મહંત સ્વામી મહારાજે કર્યું છે

ડિજિટલ યુગમાં નવી પેઢીનું ધ્યાન મોબાઇલ, ગેજેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક માધ્યમો તરફ વધી રહૃાું છે, ત્યારે બ્રિટનની ભૂમિ પર યુવા ધનને પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા તરફ વાળવા એક સરાહનીય પ્રયાસ કરાયો છે.
ભારતીય સંસ્કૃતિ, શાસ્ત્ર જ્ઞાન અને આધ્યાત્મિક વારસાના સંવર્ધન અર્થે મ્છઁજી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે લંડનના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિૃર (નીસડન મંદિૃર)માં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળાનું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું છે.૨૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત ‘સત્સંગદૃીક્ષા સન્માન મહોત્સવમાં મહંત સ્વામી મહારાજે ખાસ પત્ર પાઠવીને લંડન વિચરણ દૃરમિયાન મંદિૃરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સંકલ્પને અનુસરીને જ સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ થયો છે, જે બ્રિટનમાં સંસ્કૃત ભાષાના જતન અને પ્રસારની દિૃશામાં એક સીમાચિહ્ન રૂપ પગલું સાબિત થશે. આ પાઠશાળાનું ‘અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા એવું નામકરણ પણ ખુદૃ મહંત સ્વામી મહારાજે કર્યું છે. આ પ્રસંગે મહામહોપાધ્યાય ભદ્રેશદૃાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદૃાયની શાસ્ત્રીય અને સંસ્કૃત ભાષાના અધ્યયનની સમૃદ્ધ પરંપરા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના કાળથી જ સંસ્કૃતમાં શાસ્ત્રરચનાની પરંપરા રહી છે.

રિલેટેડ ન્યૂઝ