અમદૃાવાદૃ એર ઇન્ડિયા વિમાન દૃુર્ઘટના એએઆઇબીના અંતિમ અહેવાલની રાહ જોવાશે

અમદૃાવાદૃમાં ગત ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થયેલી એર ઇન્ડિયા એઆઇ-૧૭૧ વિમાન દૃુર્ઘટના સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી મુલત્વી રાખી છે. સર્વોચ્ચ અદૃાલત્ો સ્પષ્ટ કર્યું છે કે સ્વતંત્ર તપાસ સમિતિ અથવા કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના અંગ્ો કોઇ નિર્ણય લેતા પહેલાં ત્ો વિમાન દૃુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઇબી)ના અંતિમ તપાસ અહેવાલની રાહ જોશે. આ નિર્ણયથી દૃુર્ઘટનાનાં કારણો અને તપાસની આગળની દિૃશા નક્કી કરવામાં અંતિમ અહેવાલ મહત્વનો બની રહેશે.
જાણવા મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દૃરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું કે, વિમાન દૃુર્ઘટનાની તપાસ માટે અલગ સિતિની જરૂર છે કે નહીં, ત્ો નક્કી કરતાં પહેલાં હાલની તપાસના તારણો જાણવા જરૂરી છે. આથી અદૃાલત પહેલાં એએઆઇબીનો વિગતવાર અહેવાલ તપાસશે અને ત્યારબાદૃ સ્વતંત્ર તપાસની માંગણી અંગ્ો વિચારણા કરશે.
સરકારે અગાઉ અદૃાલતન્ો જાણ રીહતી કે, એએઆઇબીના અંતિમ અહેવાલનો મુસદ્દો ત્ૌયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સરકારના જણાવ્યા મુજબ, આ અહેવાલ ઓકટોબર ૨૦૨૫ના અંત સુધીમાં સોંપવામાં આવવાનો હતો જો કે, અહેવાલની અંતિમ સ્થિતિ અને ત્ોન્ો અદૃાલતમાં રજૂ કરવાની તારીખ અંગ્ોની તાજી માહિતી અલગથી ચકાસવી જરૂરી છે.
અમદૃાવાદૃમાં થયેલી આ દૃુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાન્ો પગલે દૃુર્ઘટનાનાં કારણો, વિમાનની સુરબા વ્યવસ્થા અને તપાસની પારદૃર્શિતા અંગ્ો અન્ોક સવાલો ઊભા થયા હતા આ જ મુદ્દાઓન્ો ધ્યાનમાં રાખીન્ો સ્વતંત્ર તપાસ સમિતી અથવા કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચાના કરવાની માંગણી સાથે અરજીઓ કરવામાં આવી છે. અરજદૃારોની માંગણી અંગ્ો નિર્ણય લેતાં પહેલાં અદૃાલત હાલ ચાલી રહેલી સત્તાવાર તપાસનાં તારણો જાણવા માગ્ો છે. એએઆઇબીનો અહેવાલ દૃુર્ઘટનાની પરિસ્થિતિ, સંભવિત કારણો અન્ો સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ