જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાને મળવા 24 દિવસ સાઈકલ ચલાવી
રમતગમત પ્રત્યેનો અદભુત પ્રેમ અને ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યેનો આદર દર્શાવતી એક ઘટના સામે આવી છે. ઓડીશાના અનુગુલ જિલ્લાનો યુવાન સુનિલ રાઉત પોતાની સાયકલથી ગુજરાતના સ્ટાર ક્રિકેટ ખેલાડીઓ અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને મળવા રાજકોટ આવી પહોંચ્યો હતો. આ સાયકલ યાત્રામાં યુવાને માત્ર 24 દિવસમાં 3200 કિ.મી.નું અંતર કાપી સાયકલ યાત્રા પુર્ણ કરીને લોકોને ચોંકાવી દિધા છે. તેની સાયકલમાં આકર્ષક બેનરમાં ઘઉઈંજઇંઅ અગઞૠઞક ઝઘ ૠઞઉંઅછઅઝ ઈઢઈકઊ ઢઅઝછઅ લખેલુ છે. ઉપરાંત ત્રણેય સ્ટાર ક્રિકેટરોના ફોટવાળુ પોસ્ટર જોવા મળે છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાયકલ યાત્રા યુવાનની શારીરિક ક્ષમતા અને ક્રિકેટ પ્રત્યેના અખુટ પ્રેમને દર્શાવે છે. રસ્તામાં મળતા સ્થાનિક લોકો પણ આ યુવાનના જુસ્સા અને સાહસને સલામ કરીને પ્રોત્સાહીત કર્યા હતા.
