વીબીએફે ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026ની પૂર્ણાહુતિ કરી, 105 ગામોના 45,000થી વધુ યુવા રમતવીરોને એકમંચ પર લાવ્યા

વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026ની આજે સંસ્કારધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. આ સાથે જ 18 દિવસીય રમતગમત ચળવળનું સમાપન થયું, જેમાં સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ પહેલ દ્વારા રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓની વહેલી ઓળખ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન શક્ય બન્યું છે, જે ગ્રાસરૂટ સ્પોર્ટ્સથી લઈને ઓલિમ્પિક સ્ટેજ સુધીનો માર્ગ સરળકરવાની સાથે સમગ્ર સાણંદમાં રમતગમતની સંસ્કૃતિને મજબૂત કરે છે.
સમાપન સમારોહમાં રમતગમત જગતની જાણીતી હસ્તીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અર્જુન એવોર્ડી અને ટેબલ ટેનિસ ખેલાડી સત્યાન જ્ઞાનશેખરન, એમએમએ ફાઇટર પવન માન સિંહ, ક્રિકેટર વેદાંત ત્રિવેદી તેમજ વીબીએફના ડિરેક્ટર્સ જલજ દાણી, ધનરાજ નથવાણી અને દુર્ગેશ અગ્રવાલ સામેલ હતા. આ સમારોહ તાલુકાભરમાં યોજાયેલી સ્પર્ધાઓનો અંતિમ તબક્કો હતો, જેમાં ઉત્સવનો ભાગ બનેલા યુવા ખેલાડીઓ, શાળાઓ અને સમુદાયોની ઉજવણી કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ ઉત્સવ અંતર્ગત ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં 23 વિવિધ ઈવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ કેટેગરીમાં કુલ 336 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અંતિમ દિવસના કાર્યક્રમના ભાગરૂપે, મુખ્ય અતિથિએ અંડર-17 60 મીટરના ફાઇનલિસ્ટ, અંડર-14 50 મીટર સાયકલિંગ, અંડર-8 સોફ્ટબોલના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો

રિલેટેડ ન્યૂઝ