એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડ (વિંય ઈજ્ઞળાફક્ષુ) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટે મંગળવાર, 13 ઓક્ટોબર, 2026ના રોજ બિડ/ઓફર શરૂ કરશે. બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ સોમવાર, 12 ઓક્ટોબર, 2026 રહેશે.ઓછામાં ઓછા 55 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.દરેક ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂ. 258થી રૂ. 271 નક્કી કરવામાં આવ્યો છે.
આ ઓફરમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,62,84,500 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં હરીશ નરશી ધરમશી દ્વારા રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 89,83,700 ઇક્વિટી શેર અને કુસુમ હરીશ ધરમશી દ્વારા રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,73,00,800 ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફરમાં ફ્રેશ ઇશ્યૂનો કોઈ હિસ્સો નથી.
એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ બિડ કરનારા પાત્ર કર્મચારીઓને દરેક ઇક્વિટી શેર પર રૂ. 25નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (ઇજઊ) ને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગજઊ, ફક્ષમ જ્ઞિંલયવિંયિ ૂશવિં ઇજઊ, વિંય જજ્ઞિંભસ ઊડ્ઢભવફક્ષલયત) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. ઓફરના હેતુ માટે બીએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.
