સ્ોન્સ્ોક્સ ૧૨૩૧ પોઇન્ટ ગગડ્યો, રૂપિયો ૯૭ના નવા તળીયે સરક્યો
શેરબજારમાં ગભરાટભરી વેચવાલી:બ્રેન્ટ કુડ ફરી ૧૦૪ ડોલર પહોંચ્યો:બુલિયન માર્કેટમાં કડાકો
૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક પર ભારે દૃબાણ જોવા મળ્યું, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું. દૃલાલ સ્ટ્રીટ પર અસ્થિર સપ્તાહ અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી વચ્ચે પણ બજારમાં ઘટાડો યથાવત રહૃાો.
મ્જીઈ સેન્સેક્સ ૧.૬૯% અથવા ૧,૨૩૧.૯૧ પોઈન્ટ ઘટીને ૭૧,૪૦૬.૭૯ના ઇન્ટ્રાડે નીચલા સ્તરે પહોંચી ગયો. જ્યારે દ્ગૈકંઅ ૫૦માં ૧.૮૨% અથવા ૪૧૩.૦૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે લગભગ ૨૨,૧૯૦ના સ્તરે આવી ગયો. આખરે શેરબજારમાં આટલી ઝડપથી ઘટાડો કેમ આવ્યો અને તેની પાછળના મુખ્ય કારણો શું છે, તે જાણીએ.
આ વેચવાલીના કારણે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડી રહૃાું છે, તેમની સંપત્તિમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહૃાો છે. અત્યાર સુધી રોકાણકારોને ૧૦,૫૧,૬૧૪.૦૬ કરોડ રૂપિયા (૧૦.૫૨ લાખ કરોડ રૂપિયા) નું નુકસાન થયું છે. મ્જીઈ પર લિસ્ટ થનાર તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન બુધવારે બજાર બંધ થવાના સમયે ૪,૭૨,૩૫,૨૭૩.૩૯ કરોડ રૂપિયા હતું, જે હવે ઘટીને ૪,૬૧,૮૩,૬૫૯.૩૩ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ભારતીય ઈક્વિટી બેન્ચમાર્ક આ આખા અઠવાડિયા દૃરમિયાન તેના નીચલા સ્તર પર જ રહૃાો છે. સોમવારે જ્યાં બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં તેજી જોવા મળી હતી, તો બીજી તરફ મંગળવારે પણ પરિસ્થિતિ ઠીક-ઠાક જ હતી. પરંતુ બુધવાર આવતા-આવતા બજારની હાલત બેહાલ થઈ ગઈ. ગુરુવારે તો સેન્સેક્સ, નિટી સહિત તમામની હાલત ખરાબ નજરે પડી.
વાસ્તવમાં ગુરુવારે શેરબજારની હાલત કફોડી થવાનું કારણ ઇમ્ૈં દ્વારા રેપો રેટમાં કરાયેલો વધારો પણ રહૃાો. બુધવારે ઇમ્ૈં એ ત્રણ દિૃવસીય બેઠક પૂર્ણ કરી અને જણાવ્યું કે તેમણે રેપો રેટમાં ૦.૨૫% નો વધારો કર્યો છે. જેની અસર શેરબજારના કડાકા પર જોવા મળી છે.
બીજી તરફ ડોલર સામે રૂપિયો ગગડીન્ો ૯૭નું સ્તર તોડીન્ો ૯૭.૦૧ના નવા તળીયે ધસી ગયો હતો. બુલિયન માર્કેટમાં ચાંદૃીમાં લોકલ વાયદૃામાં પ્રતિ કિલો ૨૬૦૦ રૂપિયા પટકાઈન્ો રૂા.૨૨૦૯૬૦ની સપાટીએ આવી ગઈ હતી.
આ સિવાય વૈશ્ર્વિક સ્તરે કાચા તેલની િંકમતોમાં વધારો થવો, ભારતીય રૂપિયો સતત નબળો બન્યો રહેવો, રૂપિયા પર દૃબાણ હોવાના કારણે પણ શેરબજાર ઝડપથી નીચે ગબડ્યું છે. સાથે જ વિદૃેશી રોકાણકારો આ સમયે ભારતીય શેરબજારમાંથી પોતાના નાણાં ઝડપથી પાછા ખેંચી રહૃાા છે, આ પણ એક મોટું કારણ છે, જેના લીધે શેરબજારમાં ઘટાડો નોંધાયો છે.
