સિંગસર માઈન્સમાંથી પાણી કાઢવાની કામગીરીના વિરોધમાં છ ગામના ખેડુતોની બેઠક

થોરડીમાં આગામી આંદોલનાત્મક કાર્યક્રમની ચર્ચા કરાશે

સિંગસરમાં અંબુજા સિમેન્ટની માઈન્સમાંથી પાણી કાઢવાની કામગીરીનો છ ગામના ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શનનું કરાઈ રહ્યું છે. સરકારી તંત્ર તથા અધિકારીઓ દ્વારા ખેડુતોની રજૂઆતોને નિકાલ નહી કરાતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાઈ છે. થોરડીમાં ગુરૂવારે મોડી રાત્રે છ ગામના ખેડુતોની બેઠક મળી હતી જેમાં આગામી આંદોલાત્મક કાર્યક્રમોની ચર્ચા કરાઈ હતી.
અંબુજા અદાણી સિમેન્ટની સિંગસર માઇન્સ માંથી પાણી ઊલેચવા બાબતે વિરોધ કરી રહેલા સિંગસર ,થોરડી બળેવલા, ધામળેજ, કણજોતર અને રાખેજ એમ છ ગામના લોકોને ગીર સોમનાથ જિલ્લા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આમંત્રણ ન મળવા ને પગલે આ છ ગામના લોકોમાં સરકાર પ્રત્યેની નારાજગીમાં વધારો થયો છે કંપની દ્વારા માઈન્સ માંથી પાણી ઊલેચવા બાબતે આ વિસ્તારના ખેડૂતો દ્વારા તમામ તંત્રમાં રજૂઆતો કર્યા પછી પણ ખેડૂતોની વ્યાજબી માંગણી બાબતે તંત્ર કશું જ નહીં કરી શકવાની લાચાર સ્થિતિમાં લોકો પૂછશે તો શું જવાબ આપવો એટલા માટે સેવા સેતુ કાર્યક્રમમાંથી અગલા રખાયા હોય તેવી ચર્ચા ચાલી છે વધુમાં છેલ્લા અઢાર વીસ દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આજે થોરડી ગામે ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાત્રે યોજાનારી આ બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને ચાલી રહેલા આંદોલન અંગે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડુત આગેવાનો જોડાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ