રાજકોટમાં મહિલા સાથે 6 કરોડની ઠગાઈ કરનાર દંપતિ ગાંધીનગરથી ઝડપાયું

રિમાન્ડ દરમિયાન અનેક ખુલ્લાસા થવાની શંકા

પેડક રોડ વિસ્તારમાં રહેતા અને રૈયારાજ એન્ડ કંપનીના નામે પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા પટેલ પરિવાર તથા તેમના મિત્રો સાથે રૂૂ.6.18 છેતરપિંડી આચરનાર દંપતીને બી-ડિવિઝન પોલીસે ગાંધીનગરથી ઝડપી લીધા છે. દંપતિ ની રીોમિાન્ડ ઉપર વધુ પૂછોપછ કરવામાં આવશુંમળતી વિગતો મુજબ ચાર માસ પૂર્વે એટલે કે ગત તા. 5/ 6/26 ના રોજ રણછોડનગર વિસ્તારમાં રહેતા મહિલા વેપારી જલ્પાબેન જીતેન્દ્રભાઈ રૈયાણીએ નાના મૌવા મેઇન રોડ પર દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને ‘કામ્યા ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ના ડિરેક્ટર દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલીયા તથા તેમના પત્ની નિલમબેન દિવ્યેશભાઈ સાવલીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગોંડલના ગરનાળા ગામની સીમમાં પેઢી ધરાવતા દિવ્યેશ સાવલીયાએ ધંધા માટે નાણાંની જરૂૂરિયાત દર્શાવી રૈયાણી પરિવારને દર મહિને 2 થી 3 ટકા વળતર આપવાની લાલચ આપી પ્રથમ રૂૂ. 45 લાખનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ આરોપી દંપતીએ રોકાણકારો અને તેમના સ્નેહીઓને કંપનીના શેર આપવાની લાલચ આપી કરોડો રૂૂપિયા મેળવ્યા હતા. કરોડોનું રોકાણ કરાવી વચન પાળ્યું નહીં આરોપીઓએ જલ્પાબેનના પતિ અને તેમના મિત્ર અલ્તાફ પાસેથી રૂૂ. 4 કરોડ રોકડા મેળવી 40% શેર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ શેર ટ્રાન્સફર કર્યા નહોતા. આ ઉપરાંત, તેમના સગા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયા પાસેથી રૂૂ. 2.05 કરોડ લઈ માત્ર રૂૂ. 62 લાખ વળતર આપ્યું હતું અને બાકીના રૂૂ. 1.43 કરોડ સામે શેર આપ્યા નહોતા. તેમજ અન્ય એક મિત્ર કલ્પેશભાઈ માલકીયા પાસેથી રૂૂ. 30 લાખ મેળવી કૂલ રૂૂ. 6.18 કરોડ મેળવી કોઈ વળતર કે નફો ન આપી ઠગાઈ આચરી હતી. પોલીસે ગાંધીનગરથી દબોચ્યા ગુનો નોંધાયા બાદ ઠગ દંપતીએ ધરપકડથી બચવા રાજકોટ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી. દરમિયાન બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડોબરીયા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ચાર માસથી ફરાર આ દંપતી ગાંધીનગરમાં છે. આ માહિતીના આધારે પોલીસે દંપતીને ઝડપી પાડી આગળની તપાસ શરૂૂ કરી છે.


રિલેટેડ ન્યૂઝ