પ્રદૃર્શન માટે રામલીલા મેદૃાન, બુરાડી, મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ આ નવો સ્થળો નક્કી કરાયા
દિૃલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદૃર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર-મંતરને પ્રદૃર્શન સ્થળના લિસ્ટમાંથી હટાવી દૃીધું છે. ગૃહમંત્રાલયની સમિતિની ભલામણના આધાર પર દિૃલ્હીમાં ધરણા-પ્રદૃર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
રામલીલા મેદૃાન, બુરાડી મેદૃાન અને સીબીડી મેદૃાન, પૂર્વી દિૃલ્હી પ્રદૃર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદૃર્શન સ્થળના રૂપમાં આપવામાં આવેલું નોટિફિકેશન રદ્દ કરી દૃેવામાં આવ્યું છે. આશરે ૩૩ વર્ષ સુધી જંતર-મંતર પ્રદૃર્શનનું સ્થળ રહૃાું. આ પહેલા ઈન્ડિયા ગેટની બોટ ક્લબ પ્રદૃર્શન સ્થળ હતી.
કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર પ્રદૃર્શનની મંજૂરી માગી હતી. આ વચ્ચે સરકારે મોટું પગલું ભરતા તેને ધરણા સ્થળના લિસ્ટમાંથી હટાવી દૃીધું છે. હવે માત્ર બુરાડી મેદૃાન, સીબીડી મેદૃાન અને રામલીલા મેદૃાનમાં પ્રદૃર્શન કરી શકાશે. જંતર-મંતર એક ઐતિહાસિક સ્થળ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે લોકતંત્રનો અવાજ બનેલું હતું. દૃેશભરમાં સમસ્યા હોય ખેડૂતોની, ખેલાડીઓની કે પછી સરકારી કર્મચારીઓની. તે જંતર-મંતર પર પહોંચી શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા. પરંતુ હવે જંતર-મંતર પર કોઈ પ્રદૃર્શન કરી શકાશે નહીં.
દિૃલ્હી પોલીસ અનુસાર આ ત્રણેય જગ્યા પર પ્રદૃર્શન અને ધરણા આયોજિત કરવા માટે વિગતવાર ર્જીંઁ અલગથી જારી થશે. આ ૨૮ એપ્રિલ ૨૦૨૨ના જારી આદૃેશમાં આંશિક સુધાર છે.
