આજે પિતૃ અમાસ: પ્રાંચી તીર્થમાં ઉમટશે માનવમેદની

પિતૃઓનાં મોક્ષાર્થે શ્રાધ્ધ-તર્પણ કરાશે
ભાદરવા માસમાં પિતૃઓનો મોક્ષ આપવાનું મહત્વ રહેલુ છે. આજે પતિૃ અમાસે પ્રાચીતીર્થ, સોમનાથ, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડશે. પ્રાચીતીર્થમાં પિતૃ અમાસે પિતૃઓનાં મોક્ષાર્થે શ્રાધ્ધ તર્પણવિધિ કરવા લોકો ઉમટી પડશે.
પ્રાચી તીર્થ મા પિતૃ માસ નુ અનેરું મહત્વ છે જેમા કારતક માસ, ચૈત્ર માસ, અને ભાદરવા માસ જેથી આ ત્રણ પિતૃ માસ નિમિતે પ્રાચી તીર્થ મા યાત્રીઓ નો ભારે ઘસારો જોવા મળે છે
પિતૃ તર્પણ માટે જગ વિખ્યાત એવા પ્રાચી તીર્થ નું અનેરું મહત્વ છે પુરાણો માં પણ કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન , કાશી મા મરણ થાય અને પ્રાચી મા શ્રાધ થાય એટલે પિતૃઓ ને મોક્ષ ચોક્કસ મળે છે
વધુ મા કહીએ તો પ્રાચી તીર્થ મા કરાયેલું શ્રાધ્ધ, તર્પણ એટલે બિહાર મા આવેલ ગયાજી મા કરાયા જેટલું જ ફળદાયી માનવામાં આવે છે એટલેજ સો વાર કાશી અને એક વાર પ્રાચી થી જગ વિખ્યાત છે આ પ્રાચી તીર્થ
પિતૃમાસ નિમિતે પ્રાચી તીર્થ ખાતે આવેલ અતિ પૌરાણિક એવા મોક્ષ પીપળે પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પાણી રેડવા અને પિતૃ તર્પણ માટે દેશ વિદેશથી યાત્રીઓ આવે છે જેમા હાલ ચાલી રહેલા (પિતૃમાસ) ભાદરવા માસ ના અંતિમ દિવસે એટલે કે અમાસ ના દિવસે પ્રાચી તીર્થ ખાતે યાત્રીઓ નો ભારે ઘસારો જોવા મળશે આ અમાસ શનિવાર ના દિવસે આવતા શનિ અમાસ નુ મહત્ત્વ વધારે હોય છે જેને લઈ યાત્રીઓ પ્રાચી તીર્થ ખાતે આવી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરાવવામાં માટે આવે છે
પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રીઓ મોક્ષ પીપળે પાણી રેડી સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મહારાજ ના દર્શન કરી બ્રાહ્મણો ને યથા શક્તિ દાન દક્ષિણા આપી પોતાના પિતૃઓ ના લૂણ માંથી મુક્ત થઈ ધન્યતા અનુભવે છે પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રીઓ માટે લોટા કળશ તેમજ પાણી ની વ્યવસ્થા બ્રહ્મસમાજ તેમજ સાધુસમાજ દ્વારા કરવામાં આવે છે પ્રાચી તીર્થ ના કર્મકાંડી (તીર્થ )બ્રાહ્મણો દ્વારા દરેક પ્રકારના પિતૃ તર્પણ કરાવવામાં આવે છે જેમા
પ્રેતબલી,નગબલી, નારાયણ બલી શ્રાદ્ધ, લીલ, સર્વપિતૃ શ્રાદ્ધ, પિંડદાન, પંચબલી, પિતૃ તર્પણ,સહિત ના પિતૃ કાર્ય કરાવવામાં આવે છે

રિલેટેડ ન્યૂઝ