રાજ્યપાલનું ગઢકા ગામની શાળામાં રાત્રી રોકાણ : ગાયનું દોહન કર્યુ

ગુજરાતના રાજ્યપાલ બે દિવસથી રાજકોટની મુલાકાતે છે અને ગુરૂવારે સાંજે તેમણે રાજકોટ તાલુકાના ગઢકા ગામે ‘એક પેડ માં કે નામ’, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને રાત્રી રોકાણ પણ ગામની પ્રાથમિક શાળાના ઓરડામાં કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજયપાલની સાદગી સૌને સ્પર્શી ગઇ હતી. રાજયપાલ સાવરણો લઇને સફાઇમાં જોડાયા હતા. તેમજ રાત્રે શુક્રવારે અનુ.જાતિ પરિવારના ઘરે ભોજન આતિથ્ય માણ્યુ હતુ. જયારે શુક્રવારે સવારે રાજયપાલે ગુંદા ગામે પ્રગતિશીલ ખેડુતના ઘરે ગાયનું દોહન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ