હવાઇ ટીકીટના દૃરોમાં મહત્તમ મર્યદૃાની જરૂર

તહેવારો આવતા એરલાઇન્સ કંપનીઓ મુસાફરો પાસ્ોથી બ્ોફામ ભાડા વસુલે છે ત્ોની પર નિયંત્રણ હોવું જોઇએ

એક સમયમાં વિલાસપ્ાૂર્ણ સમજવામાં આવતી હવાઇ મુસાફરી આજે સામાન્ય માનવીની મુખ્ય જરૂરિયાત બની છે. આ માટેનું કારણ આ રહૃાું છે કે, પ્રજાની આર્થિક તાકાત વધી છે. અને સમયની સાથે સાથે હવાઇ સ્ોવાઓનો વિસ્તાર વધ્યો છે. આથી કહેવામાં આવી રહૃાું છે કે, હવાઇ યાત્રા હવે માત્ર ધનાઢ્ય લોકો માટે રહી નથી. આ વાસ્તવિકતા હોવા છતાં દૃેશમાં આવતા મુખ્ય તહેવારો અને રજાઓ વેળા ધનાઢ્ય અન્ો સામાન્ય લોકો હવાઇ યાત્રા કરવાનું વધુ પસંદૃ કરે છે ઉપરાંત સંકટ એવી વ્યક્તિઓ સમક્ષ છે જેમન્ો કટોકટીના સમયમાં અથવા લાચારીના કારણે ઇચ્છા ન હોવા છતાં હવાઇ યાત્રાન્ો અંતિમ વિકલ્પના રૂપમાં પસંદૃ કરવું પડે છે. વિમાનના ભાડામાં નિર્ધારણ કરવાની વ્યવસ્થા ન હોવાથી દૃેશના મુખ્ય હવાઇ મથકો પર દૃર વર્ષની માફક તહેવારોના સમયે વિમાન મુસાફરી કરવા માટેની ટિકીટોનો ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જાય છે.
વિમાની કંપનીઓ તહેવારો વેળા વધુ નફો રળી લેવાની વૃત્તિ ધરાવે છે ચાલુ વર્ષે હવાઇ યાત્રાનું ભાડુ ગત વર્ષની સરખામણીમાં ૪૦ ટકા વધી ગયું છે એટલું જ નહીં કેટલાક સ્થળો પર અત્યાર સુધીમાં જે ટિકિટના ભાવ હતા ત્ો વધીન્ો ત્રણ ગણા થઇ ગયા છે કોઇપણ સ્ોવા અથવા વસ્તુની માંગ વધે તો ત્ોના ભાવમાં વધારો કરવાની વૃત્તિ વપરાશકર્તાઓના અધિકાર વિરૂધ્ધ છે.
પરંતુ િંચતા આ બાબતની છે કે, સરકાર હવાઇ મુસાફરી કરનારાઓની િંચતા કરે છે કે નહીં વિમાનની કંપનીઓ પોતાની સુવિધા જળવાઇ રહે ત્ોવા હેતુ સાથે કામ કરતા તંત્ર સામે સંવેદૃનશીલતાનો વિશ્ર્વાસ રાખવો વ્યર્થ છે. આ કારણથી એક જ દિૃવસમાં અન્ો એક જ માર્ગ પર અલગ-અલગ વિમાની કંપનીઓની હવાઇ ટિકિટમાં ભાવ અલગ-અલગ જણાય છે. વિમાની કંપનીઓનું મનસ્વી વલણ તથા સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા વિમાનની મુસાફરી કરનારાઓન્ો ટિકિટના ભાવ વધુ આપવા પડી રહૃાા છે. તહેવારો, રજાઓ અન્ો વિમાન ટેક ઓફ થવાની અગાઉ ટિકિટના દૃરોમાં કરવામાં આવતો વધારો હવે હવાઇ મુસાફરી કરનારાઓ માટે નવો વિષય નથી.
સામાન્ય દિૃવસોમાં હવાઇ મુસાફરી માટે ટિકીટોના ભાવ વિમાની કંપનીઓ માટે મુસાફરોની કેટલી માગ છે અને કેટલા વિમાનો કયા સ્થળે ઉડાન ભરશે ત્ો બાબત્ો નિશ્ર્ચિત હોય છે ઓનલાઇન માધ્યમથી વારંવાર સર્ચ કરવામાં આવે તો કોઇપણ રૂટની માંગ વધતી નજરે પડે છે અને એ મુજબ ટિકિટના ભાવ પણ વધતા હોય છે ઇધણના ભાવમાં વધારો થતા તથા વિમાનમાં વિવિધ સુવિધાઓનો વધારો કરવામાં આવતા ટિકિટના ભાવમાં વધારો થાય ત્ો બાબત તર્ક સંગત છે પરંતુ મનમાની રીત્ો ટિકિટના ભાવમાં વધારો થાય તો ત્ો બાબતન્ો અયોગ્ય ગણવી જોઇએ આ મામલે સુનાવણી દૃરમ્યાન સુપ્રિમ કોર્ટે હવાઇ મુસાફરી કરનારાઓનું શોષણ કરવું જોઇએ નહીં ત્ોવો આદૃેશ કર્યો હતો.
કોર્ટના આદૃેશ પ્રમાણે સુપ્રિમ કોર્ટ આ દિૃશામાં નિયમો અને કાયદૃા બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ નિયમો બનાવતા પહેલા પ્રત્યેક વિમાની સ્ોવામાં ભાડાની વધુમાં વધુ મર્યાદૃા નક્કી કરવાનો સમય આવીગયો છે ઇન્ડિગોએ સંકટના સમય દૃરમ્યાન વિમાનની ટિકિટના દૃરોમાં ઘટાડો કર્યો હતો પરંતુ ત્ો કામ ચલાઉ હતો આથી હવે આ બાબત સ્થાયી કરવાની જરૂર છે.
તહેવારોના સમયે દૃા.ત. દિૃવાળી, છઠ્ઠ પ્ાૂજા કે ઇદૃ દૃરમ્યાન હવાઇ મુસાફરીના ભાડામાં વધારો થયા પાછળ આર્થિક અને તકનીકી કારણો જવાબદૃાર હોય છે એરલાઇન્સ કંપનીઓ કમ્પ્યુટર અલ્ગોરિધમ અને ડાયન્ોમિક પ્રાઇિંસગ સિસ્ટમનો ઉપયોગ કરે છે આ સિસ્ટમમાં જેમ-જેમ વિમાનની સીટો ભરાતી જાય અને માંગ વધે ત્ોમ બાકી રહેતી સીટોનો ભાવ આપોઆપ વધવા લાગ્ો છે.
તહેવારોમાં રજા હોવાથી પોતાના ઘરે જનારા, પરિવારન્ો મળનારા અને ટૂર કરનારા લોકોની સંખ્યા અચાનક વધે છે ત્ોની સામે વિમાનો અને બ્ોઠકોની સંખ્યા મર્યાદિૃત હોય છે જ્યારે પુરવઠા કરતા માંગ વધી જાય છે ત્યારે ભાડા ઊંચા થાય છે.
ઘણા મુસાફરો તહેવારો નજીક આવે ત્યારે વિદૃેશમાં જવાનું અથવા દૃેશના અન્ય સ્થળે જવાનું વધુ પસંદૃ કરે છે એરલાઇન્સ જાણે છે કે, છેલ્લી ઘડીએ પ્રવાસ કરનાર વ્યક્તિ જરૂરિયાત કે કટોકટીના કારણે ઊંચા ભાડા ચૂકવવા ત્ૌયાર થશે ત્ોથી તહેવારોના થોડા દિૃવસો અગાઉ વિમાનની ટિકીટના ભાવ વધુ હોય છે.
તહેવારો શરૂ થાય ત્યારે મોટા શહેરોમાંથી દૃા.ત. મુંબઇ, દિૃલ્હી, બ્ોગ્લુરૂ વગ્ોરે શહેરોમાંથી વતન તરફ જતી ફલાઇટ્સમાં ભારે ભીડ રહેતી હોય છે.

રિલેટેડ ન્યૂઝ