જેવર એરપોર્ટ હવે નરેન્દ્ર મોદૃી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓળખાશે

ઉત્તર પ્રદૃેશના મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે આજે લખનઉના લોકભવનમાં કેબિનેટ બેઠક દૃરમિયાન મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે નોઈડા ખાતે આવેલા જેવર એરપોર્ટનું નામ બદૃલીને હવે નરેન્દ્ર મોદૃી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દૃીધું છે.
મુખ્યમંત્રીની આ જાહેરાત બાદૃ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટને હવે નરેન્દ્ર મોદૃી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે.
દિૃલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી હવે નોઈડાનું જેવર એરપોર્ટ લાઇટ સંચાલનની બાબતમાં બીજું સૌથી મોટું એરપોર્ટ બની ચૂક્યું છે. મંત્રીમંડળની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન સીએમ યોગીએ કહૃાું કે, નોઈડામાં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રદૃેશ હવે એર કનેક્ટિવિટીની નવી ઊંચાઈઓને સ્પર્શી રહૃાું છે. સાથે જ એર કનેક્ટિવિટીની બાબતમાં આ એરપોર્ટ સતત વિસ્તરણ કરી રહૃાું છે.
કેબિનેટની બેઠક પછી સીએમ યોગીએ પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન કહૃાું કે કેબિનેટમાં આ પ્રસ્તાવ પસાર કરી દૃેવામાં આવ્યો છે.
પીએમ મોદૃીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે આ તેમના જાહેર અભિનંદૃનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પીએમ મોદૃીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે ચાર તબક્કામાં તેનું વિસ્તરણ થવાનું છે. આ બેઠક દૃરમિયાન સીએમ યોગીએ યુપી સરકારની ૯ વર્ષની સિદ્ધિઓ પણ ગણાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ૨૫ વર્ષની અવિરામ સેવા યાત્રાના અભિનંદૃનમાં મંત્રીમંડળે વિશેષ પ્રસ્તાવ પસાર કર્યો છે.
તેમણે કહૃાું કે વડાપ્રધાન ઉત્તર પ્રદૃેશથી સાંસદૃ તરીકે દૃેશનું નેતૃત્વ કરી રહૃાા છે.
વર્ષ ૨૦૧૪માં કાશી આવ્યા ત્યારે તેમણે કહૃાું હતું કે તેમને મા ગંગાએ બોલાવ્યા છે. કાશીથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ પ્રદૃેશના વિકાસનો આધાર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નોઈડાના જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ થયું હતું. ત્યારબાદૃ અહીં ૧૫ જૂનથી લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ એરપોર્ટના ૪ તબક્કા પૂરા થયા પછી તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. પહેલા તબક્કા માટે કુલ ૩૩૦૦ એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે, જ્યાંથી કુલ ૧.૨ કરોડ મુસાફરો મુસાફરી કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ