ટ્રેન-મેટ્રો, દૃારૂની દૃુકાનો બંધ, સ્ટેડિયમમાં અસ્થાઇ જેલ બનાવી
દિૃલ્હીમાં મેટ્રો સ્ટેશનો પણ બંધ:રાતથી જ ઇન્ટરન્ોટ સ્ોવા ઠપ્પ
SIR માં ગરબડી મામલે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાન્ોશકુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષીદૃળોના ઇન્ડિયા બ્લોક દ્વારા ચાલી રહેલા આંદૃોલનમાં શનિવારે નવી દિૃલ્હીમાં જનપથથી રાષ્ટ્રપતિ ભવન કૂચ લઇ જઇ રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુન્ો આ મામલામાં દૃરમિયાનગીરી કરવા રજૂઆત કરવાના ઇન્ડિયા બ્લોકના એલાનના પગલે જનપથ સહિત સમગ્ર સ્ોન્ટ્રલ દિૃલ્હીમાં ૨૦ હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દૃળોન્ો એક દિૃવસ પ્ાૂર્વે જ સખ્ત સુરક્ષા બંદૃોબસ્તના ભાગરૂપ્ો ત્ૌનાત કરી દૃેવામાં આવેલા નજરે પડે છે.
સીએપીએફની ૨૨૧ કંપનીઓ અન્ો ૨૩૦૦૦ પોલીસ જવાનો ત્ૌનાત
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ શનિવાર, ૧૦ ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને છૈંજીછના વિશાળ વિરોધ પ્રદૃર્શનને ધ્યાનમાં રાખીને દિૃલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દૃીધી છે. દિૃલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ જાહેર મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદૃર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દૃીધો છે.
ભીડની હિલચાલ અટકાવવા માટે દિૃલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો, કેબ, હોટલ બુિંકગથી માંડીને દૃારૂના વેચાણ પર અભૂતપૂર્વ નિયંત્રણો લાદૃી દૃેવામાં આવ્યા છે.
શનિવાર, ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૦૪:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી નવી દિૃલ્હી (દ્ગડ્ઢન્જી) અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવતી-જતી તમામ ટ્રેનો રદૃ રહેશે. ૯ ઓક્ટોબરના રોજ બપોરે ૧૪:૦૦ વાગ્યા પછી ઉપડતી સંબંધિત ટ્રેનોને સોર્સ પરથી જ રદૃ કરી દૃેવાઈ છે. પશ્ર્ચિમ બંગાળથી ઉપડતી ૧૨૩૦૧ હાવડા-નવી દિૃલ્હી રાજધાની એક્સપ્રેસ અને ૧૨૩૧૩ શિયાલદૃહ-નવી દિૃલ્હી રાજધાની એક્સપ્રેસ પણ રદૃ કરી દૃેવામાં આવી છે.
૧૦ ઓક્ટોબરના રોજ સંભવિત આંદૃોલનને ધ્યાનમાં રાખીને, દિૃલ્હી પોલીસે ડ્ઢસ્ઇઝ્ર ને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીના ૫૭ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ ગેટ ૯ ઓક્ટોબર રાત્રે ૯:૦૦ વાગ્યાથી ૧૦ ઓક્ટોબર સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી બંધ રાખવા તેમજ આ સ્ટેશનો પર ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવા પ્રસ્તાવ મૂક્યો છે.
ગૃહ મંત્રાલયે ૮ થી ૧૨ ઓક્ટોબર સુધી દિૃલ્હી પોલીસને સહાય માટે ઝ્રછઁહ્લની ૨૨૧ કંપનીઓ ફાળવી છે, જેમાં અંદૃાજે ૨૩,૦૦૦ જવાનો સામેલ છે. સુરક્ષા બંદૃોબસ્તમાં ૫ ઓલ-વુમન પેરામિલીટરી કંપનીઓ પણ સામેલ રહેશે. આ સઘન બંદૃોબસ્ત માટે સીઆરપીએફની કંપનીઓને જમ્મુ અને કાશ્મીર, પશ્ર્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ખાસ દિૃલ્હી બોલાવવામાં આવી છે.પ્રદૃર્શન દૃરમિયાન અટકાયત કરવામાં આવનારા લોકોને રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં અંદૃાજે ૧૦ ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવી રહૃાા છે. બવાના ખાતે આવેલા રાજીવ ગાંધી સ્ટેડિયમ અને છત્રસાલ સ્ટેડિયમ સહિતની નિર્ધારિત સરકારી સુવિધાઓને અટકાયત કેન્દ્રો તરીકે સજ્જ કરાઈ છે. આ ઉપરાંત નરેલા, પૂર્વ દિૃલ્હી અને ઉત્તર-પશ્ર્ચિમ દિૃલ્હીમાં પણ આવા અસ્થાયી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
દિૃલ્હીના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને તકેદૃારી વધારી દૃીધી છે.
