એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટના છાત્રોએ માર્ગદર્શન મેળવ્યું
વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે આવેલ નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે છજ્ઞહય જ્ઞર ખઙઊઉઅ શક્ષ ખફશિક્ષય ઙજ્ઞિમીભતિં ઊડ્ઢાજ્ઞિિં વિષય પર નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મરીન પ્રોડક્ટ્સના નિકાસ ક્ષેત્ર, નિકાસ પ્રોત્સાહન, ગુણવત્તા નિયંત્રણ તથા આ ક્ષેત્રમાં રહેલી રોજગાર અને વ્યવસાયિક તકો અંગે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે ખઙઊઉઅ, છયલશજ્ઞક્ષફહ ઉશદશતશજ્ઞક્ષ, ટયફિદફહ, ૠીષફફિિં ના અતતશતફિંક્ષિં ઉશયિભજ્ઞિિં વાણિયા કિશોર કુમાર નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ખઙઊઉઅની કામગીરી, મરીન પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ, ગુણવત્તા નિયંત્રણ, વેલ્યુ એડિશન, આંતરરાષ્ટ્રીય બજારની આવશ્યકતાઓ તથા ઇંઅઈઈઙ જફિંક્ષમફમિત અંગે વિસ્તૃત અને વ્યવહારુ માહિતી આપી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ખઇઅ વિભાગના સહાયક પ્રાધ્યાપક પૂજા રાયઠઠા તથા વિશાખા બીજવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ખઇઅ વિભાગના ઇંઘઉ ડો. પ્રદીપ મહેતા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત નિષ્ણાત વક્તા, વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યોનું સ્વાગત કરી આવા નિષ્ણાત વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારુ અને ઔદ્યોગિક અનુભવ પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું હતું. નિષ્ણાત વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા મરીન પ્રોડક્ટ્સની નિકાસ, ખઙઊઉઅની ભૂમિકા, ગુણવત્તા ધોરણો અને નિકાસ પ્રક્રિયા અંગે વિવિધ પ્રશ્નો પૂછીને નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક ઉદ્યોગ પરિસ્થિતિ અને શૈક્ષણિક અભ્યાસ વચ્ચેનો સેતુ પૂરવાર થયું હતું. આ કાર્યક્રમના અંતે સંસ્થાના ઉશયિભજ્ઞિિં ડો. જાગૃત વસાવડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમના સફળ અને સંચાલન માટે તમામ સહભાગી ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
