રવિતા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 13 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે

રવિતા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ, એચવીએસી સિસ્ટમ્સ, ટેમ્પરેચર-ક્ધટ્રોલ સિસ્ટમ્સ અને અલાઇડ ઇલેક્ટ્રો-મિકેનિકલ ઇક્વિપમેન્ટ માટે એપિક અને ઓએમ સેવાઓ પૂરી પાડતી કંપનીએ મંગળવાર, 13 ઓક્ટોબર, 2026ના રોજ તેનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ઉદ્દેશ રૂા.116.05 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર) એકત્રિત કરવાનું છે અને જેના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.5ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.105 થી રૂા.112 પ્રાઇસ બેન્ડ સાથે 1,03,62,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
એન્કર પોર્શન – 29,48,400 ઇક્વિટી શેર સુધી
નેટ ક્યુઆઈબી – 19,69,200 ઇક્વિટી શેર સુધી
એનઆઈઆઈ – 14,76,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 34,46,400 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 5,22,000 ઇક્વિટી શેર
આ આઈપીઓમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, ચોક્કસ હેવી ઇક્વિપમેન્ટની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરૂં પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ સોમવાર, 12 ઓક્ટોબર, 2026ના રોજ થશે અને ઇશ્યુ મંગળવાર, 13 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે તથા ગુરૂવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.

રિલેટેડ ન્યૂઝ