ટાટા એઆઇએ વાઇટાલિટી: તમારા આયુષ્યને પાંચ વર્ષ વધારવા માટે નવેસરથી પરિકલ્પિતવેલનેસ પ્રોગ્રામ

તમે રોજિંદા જીવનમાં જે નાના-નાના નિર્ણયો લો છો, તે તમારા આયુષ્યનેવધારે તો કેવું? જેમ કે, તમે ચાલવા જવાનું લગભગ છોડી દીધું હતું, એક કલાક વધારે ઊંઘવુંઅથવા તો આરોગ્યની તપાસ કરાવવાનું વારંવાર મુલતવી રાખવું. ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સની તાજેતરમાં નવેસરથી લોન્ચ કરવામાં આવેલી વાઇટાલિટી ઑફરિંગના કેન્દ્રસ્થાને રહેલું વેલનેસનું મુખ્ય પ્રેરકતત્વ એટલે ટાટા એઆઇએ વાઇટાલિટી.
સંશોધન દર્શાવે છે કે જે લોકો સતત વધુને વધુ આરોગ્યપ્રદ આદતો અપનાવે છે, તેઓ સંભવિતપણે પોતાના અપેક્ષિત આયુષ્યને5 વર્ષ* સુધી વધારી શકે છે.વર્ષ 2022માં ભારતમાં પહેલીવાર વાઇટાલિટી રજૂ કરવામાં આવીહતી, ત્યારથી ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતીય ગ્રાહકો સુધી આ વૈજ્ઞાનિક અભિગમ પહોંચાડી રહી છે. હવે આ પ્રોગ્રામને દીર્ઘાયુષ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, રીવોર્ડ્સ મેળવવાના વધુ સરળ રસ્તાઓ અને અઢળક લાભ સાથે ફરી રજૂ કરવામાં આવ્યો છે.
આ લોન્ચ અંગે વાત કરતાં, ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઑફિસર – પ્રોપરાઇટરી બિઝનેસ, પ્રપોઝિશન્સ અને માર્કેટિંગ, શ્રી સુજીત કોઠારેએ જણાવ્યું હતું કે, ‘અમારું માનવું છે કે વીમા ક્ષેત્રનું ભવિષ્ય સુરક્ષા પૂરી પાડવાની સાથે-સાથે નિવારક પગલાં લેવા પર પણ એટલું નિર્ભર છે.ટાટા એઆઇએ વાઇટાલિટી હેલ્થ પરંપરાગત હેલ્થ કવરેજથી આગળ વધીને, વિજ્ઞાન પર આધારિત વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વધુ આરોગ્યપ્રદ આદતો અપનાવવાને પ્રોત્સાહિત કરે છે, જેમાં પ્રગતિ અને હકારાત્મક આદતો બદલ રીવોર્ડ્સ આપવામાં આવે છે.વેલનેસને વીમાકવચ સાથે જોડીને, અમે વ્યક્તિઓ અને પરિવારોને વધુ આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરી રહ્યાં છીએ અનેસાથે-સાથે તેમનેવધુને વધુ નાણાકીય સદ્ધર પણ બનાવી રહ્યાં છીએ.’

રિલેટેડ ન્યૂઝ