સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને ૫.૫૪% થયો

તહેવારોની ઉજવણી પર મોંઘવારીનું ગ્રહણ

છેલ્લા કેટલાક સમયથી દૃેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહૃાો છે.
તહેવારોની સિઝનમાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો આકરો માર પડ્યો છે. સરકારે જાહેર કરેલા નવા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ માં દૃેશનો છૂટક ફુગાવો અચાનક વધી ગયો છે.
ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ૪.૮૩ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં કૂદૃકે ને ભૂસકે વધીને સીધો ૫.૫૪ ટકા પર પહોંચી ગયો છે. આ જંગી વધારા પાછળનું સૌથી મોટું કારણ ખાદ્ય પદૃાર્થો અને શાકભાજીના ભાવમાં થયેલો તોિંતગ વધારો છે.પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ભૌગોલિક-રાજકીય કટોકટીની સીધી અસર ભારત પર પડી રહી છે. વિશ્ર્વભરના દૃેશો હાલમાં મોંઘવારીના અજગર ભરડામાં છે, અને ભારત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી.ઘર ચલાવતી ગૃહિણીઓનું બજેટ સૌથી વધુ શાકભાજી અને રોિંજદૃી ખાવાપીવાની ચીજોએ બગાડ્યું છે. ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવાનો દૃર ૫.૯૭ ટકા હતો. સપ્ટેમ્બરમાં આ દૃર તીવ્ર ગતિએ વધીને ૭.૭૪ ટકા જેટલો ઊંચો થઈ ગયો છે.શાકભાજીના માર્કેટમાં ખાસ કરીને ડુંગળીના ભાવે લોકોને ખરેખર રડાવ્યા છે. ઓગસ્ટમાં ડુંગળીનો ફુગાવો ૪૮.૭૮ ટકા હતો, જે સપ્ટેમ્બરમાં ડબલ કરતાં પણ વધુ એટલે કે ૧૦૮.૦૯ ટકા થઈ ગયો છે.લસણના ભાવમાં પણ આવો જ કમરતોડ ઉછાળો જોવા મળ્યો છે. લસણનો ફુગાવો ૪૩.૬૦ ટકાથી વધીને ૫૪.૬૨ ટકા નોંધાયો છે. જ્યારે લીંબુના ભાવનો ફુગાવો ૧૫.૧૫ ટકાથી વધીને ૩૬.૪૧ ટકા થઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ