જામનગરમાં ચીકન ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના પછી તંત્ર દોડતું થયું
જામનગરમાં ચીકન ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે મોચીબજારની મચ્છી માકર્ર્ેટમાં દરોડા પાડી 1500 કિલો અખાદ્ય ચીકનનો જથ્થો ઝડપી નાશ કર્યો તો
રાજકોટના મચ્છી બજાર, કૃષ્ણનગર, ચબુતરા ચોક ખાતે આવેલી પહેલી પેઢી પએસ. મીરા ચિકનપ માંથી 1100 કિલોગ્રામ અખાદ્ય ચિકન પાવડરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજ વિસ્તારમાં આવેલી બીજી પેઢી પઅલીફ ચિકનપ ખાતેથી પણ 400 કિલોગ્રામ અખાદ્ય ચિકન પાવડરનો જથ્થો પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને પેઢીઓમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવેલા ચિકનના જથ્થા પર ઉત્પાદન અંગેનું કે અન્ય કોઈ જ પ્રકારનું લેબલિંગ કરેલું જોવા મળ્યું ન હતું. આ ઉપરાંત, આ જથ્થો તદ્દન અનહાઇજેનિક કન્ડિશનમાં (અસ્વચ્છ સ્થિતિમાં) સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. વધુમાં, ચિકનના સ્લોટરિંગ અંગેનું કોઈપણ પ્રકારનું રજીસ્ટર પણ સંચાલકો દ્વારા નિભાવવામાં આવતું ન હોવાનું ખુલ્યું હતું.
