ઓક્ટોબરમાં પણ જામશે આઈપીઓનો મેળો: આ અઠવાડિયે 3 મુખ્ય આઈપીઓ

મુંબઈ, તા. 12 : શેરબજારમાં આઈપીઓની તેજીનો સિલસિલો ઓક્ટોબર મહિનામાં પણ જામ્યો રહેવાની પૂરેપૂરી સંભાવના છે. જીયો પ્લેટફોર્મ્સ, જેટવર્ક મેન્યુફેક્ચરિંગ અને અવાડા ઇલેક્ટ્રો સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આ મહિને આઈપીઓ લાવીને અંદાજે 50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં કુલ 96 આઈપીઓ આવી ચૂક્યા છે, જેમાં એકલા સપ્ટેમ્બર મહિનામાં જ 35 આઈપીઓ લોન્ચ થયા હતા.
આ સપ્તાહ દરમિયાન લોન્ચ થનારા મુખ્ય આઈપીઓમાં એચડી ફાયર (13 થી 15 ઓક્ટોબર, સાઇઝ 712 કરોડ), ફ્યુઝન સીએક્સ (14 થી 16 ઓક્ટોબર, સાઇઝ 702 કરોડ) અને સહજાનંદ મેડિકલ (15 થી 19 ઓક્ટોબર, સાઇઝ 1500 કરોડ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ મહિના દરમિયાન અન્ય ઘણાં મોટા આઈપીઓ પણ દસ્તક દેવાનાં છે, જેમાં એનડીઆર ઇનવિટ (750 કરોડ), ગુજરાત વિક્ટરી (1,000 કરોડ), એસએફસી ટેક (1,500 કરોડ), પારસ હેલ્થકેર (1,800 કરોડ), બોન્ફિગલિયોલી ટ્રાન્સમિશન (3,000 કરોડ), જેટવર્ક મેન્યુફેક્ચરિંગ (3,800 કરોડ), અવાડા ઇલેક્ટ્રો (7,600 કરોડ) અને જીયો પ્લેટફોર્મ્સ (30,200 કરોડ) જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ