હવે ગરબામાં પણ AIની એન્ટ્રીનો ભય એક જ ગ્રાઉન્ડમાં સંભળાશે અનેક ગાયકોના આર્ટિફિશિયલ અવાજ

યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ગરબાનાં ગીતો તેમજ સંગીતના અનોખા પ્રયોગો જોવા મળી રહૃાા છે. હવે આ પ્રયોગો માત્ર વીડિયો કે મોબાઇલ સ્ક્રીન સુધી સીમિત ન રહેતાં, ગરબા પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં પણ ગૂંજશે એ સમય બહુ દૃૂર નથી. એઆઈ ટેક્નોલોજીની મદૃદૃથી ગરબાના બોલ (શબ્દૃો), સંગીત, ઢોલ-નગારાના તાલ અને કલાકારોની ગાયકી સહિતના અવાજ બનાવવા સરળ બન્યા છે. મહત્ત્વની વાત એ છે કે એક જ ગરબાને અલગ-અલગ કલાકારોના અવાજમાં રિ-ક્રિએટ કરવાની કે અવાજનું ક્લોિંનગ કરવાની ટેકનિક હવે સરળતાથી ઉપલબ્ધ છે. જો આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થશે, તો આગામી વર્ષોમાં ગરબા મહોત્સવોમાં સંગીતનું માળખું સંપૂર્ણપણે બદૃલાઈ જશે.

છૈં ટેકનોલોજી દ્વારા ગરબાના બોલ, સંગીત અને ગાયકી જેવા અવાજો સરળતાથી બનાવી શકાય છે

કલ્પના કરો કે એક જ ગરબો જુદૃા જુદૃા ગ્રાઉન્ડ પર અલગ-અલગ જાણીતા ગાયકોના અવાજમાં સંભળાય! એઆઈ આધારિત વોઇસ ક્લોિંનગ ટેક્નિકથી કોઈ પણ ગાયકના અવાજ જેવો જ કૃત્રિમ અવાજ તૈયાર કરી શકાય છે. તેનાથી એક જ ગીતની અનેક વર્ઝન બનાવવાની શક્યતા ઊભી થઈ છે.
જો કે, જાણીતા કલાકારોના અવાજનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે તેમની સંમતિ, કોપીરાઇટ અને લીગલ રાઇટ્સ જેવા પ્રશ્ર્નો અત્યંત મહત્ત્વના બનશે. ટેક્નોલોજી ઉપલબ્ધ હોવી અને તેને વ્યવહારિક રીતે ગ્રાઉન્ડ પર અમલમાં મૂકવી, એ બંને અલગ બાબતો છે.
ગુજરાતી ગરબામાં શબ્દૃો, ધૂન, ઢોલ-નગારાનો તાલ અને ગાયકીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એઆઈની મદૃદૃથી આ તમામ તત્ત્વને જોડીને લોકસંગીતના અંદૃાજમાં નવી ધૂન અને નવા બોલ સાથેના ગરબા તૈયાર થઈ શકે છે. યુટ્યુબ પર હાલમાં એઆઈથી ગીત બનાવવાની તાલીમ અને ગરબા પ્રચલિત બન્યા છે. પરંતુ, સમગ્ર રાત દૃરમિયાન રસરંગ જમાવી શકે તેટલી ક્ષમતા મેળવવી હજુ થોડી હાથવેંત દૃૂર છે. આમ છતાં, આ ટેક્નોલોજી નાના આયોજકો માટે સંગીત તૈયાર કરવાની પ્રક્રિયા અત્યંત સરળ અને આર્થિક રીતે ફાયદૃાકારક બનાવી શકે છે.
નિષ્ણાતોના મતે, નાના કાર્યક્રમો માટે એઆઈ આધારિત સંગીત ખર્ચ ઘટાડવાનો ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો કે, મોટા ગરબા મહોત્સવોમાં જાણીતા ગાયકો, વાદૃકો અને કલાકારોની લાઈવ રજૂઆતનો ક્રેઝ હંમેશાં અકબંધ રહેશે. તેથી એઆઈ કલાકારોનું સ્થાન પૂરેપૂરું લઈ લેશે તેવું અત્યારે કહી શકાય નહીં. બીજી તરફ, જો એઆઈ ગરબાનો વ્યાપ વધશે તો નાના કાર્યક્રમો પર નિર્ભર ગાયકો અને સંગીતકારોની રોજગારી પર અસર પડી શકે છે. આ ઉપરાંત એઆઈનો ઉપયોગ કરીને નવું સંગીત બનાવનારા નવા યુગના સંગીત સર્જકો માટે નવી તકો પણ ઊભી થશે.

રિલેટેડ ન્યૂઝ