રાજ્યમાં વધુ ૨૫ ઔદ્યોગિક એકમોને સહાય મંજૂર કરી

૮૧૭૮થી વધુ નવી રોજગારીની તકોનું થશે સર્જન

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના સક્ષમ ન્ોત્ાૃત્વ હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને રોકાણન્ો પ્રોત્સાહન આપવાની કામગીરી પ્ાૂરજોશમાં ચાલી રહી છે. આ દિૃશામાં વધુ એક મોટું પગલું ભરતાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામા યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બ્ોઠકમાં રાજ્યના વધુ ૨૫ ઔદ્યોગિક એકમોન્ો સહાય આપવા માટે ફાઇનલ એલિજિબિલિટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ્સ થકી રાજ્યમાં કુલ રૂા.૩,૯૦૩.૩૦ કરોડનું મૂડીરોકાણ સાકાર થશે અને અંદૃાજે ૮,૧૭૮ જેટલી નવી રોજગારીની તકો ઉભી થશે.
ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ નીતિ હેઠળ ૨૨ ઔદ્યોગિક એકમોના રૂા.૧,૬૩૧.૯૦ કરોડના મૂડીરોકાણન્ો મંજૂરી અપાઇ છે. ત્ો ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત યોજના-૨૦૨૨ યોજના હેઠળ ૩ મોટા એકમોના રૂા.૨,૨૭૧.૪૦ કરોડના મૂડીરોકાણન્ો આખરી મંજૂરી આપવામાં આવી છે.
આ સહાયનો સીધો લાભ રાજ્યના અમદૃાવાદૃ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદૃરા, મહેસાણા, ખેડા અન્ો સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં સ્થપાયેલા ઉદ્યોગોન્ો મળશે. આ એકમો ઓટોમોબાઇલ, ટેકસટાઇલ, પ્લાસ્ટિક, પ્ોપર, કેમિકલ, સિરામિક ત્ોમજ મેટલ જેવા મહત્વના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

રિલેટેડ ન્યૂઝ