દીવની નમો મેડીકલમાં પ્રવેશ લેવા ઉમેદવારે બનાવ્યા બોગસ ડોક્યુમેન્ટ

બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર સામે એફ.આઈ.આર

દીવમાં આવેલી નમો મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે બોગસ ડોક્યુમેન્ટ બનાવતા ચકચાર મચી છે. ઉમેદવારે ઈનકમ સર્ટિફીકેટમાં રૂ. 1.20 લાખની રકમ દેખાડી હતી. વાસ્તવમાં તેમના પિતાની આવક 36.54 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવતા દીવ પ્રસાશને ઉમેદવાર સામે એફઆઈઆર નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
નમો મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પ્રશાસન દ્વારા હમેશા પારદર્શીતા બતાવેલા હોય જેના કારણે પ્રવેશમાં અનેક નિયમો બનાવેલા છે. જેમાં જનરલ, ઓબીસી, ઈ.ડબલ્યુ.એસ, એસ.સી/એસ.ટી જેવી કેટેગરી છે. જેનાથી દરેક કેટેગરીના લોકો સરળતાથી પ્રવેશ મેળવી શકે. દીવમાં નાયડા વિસ્તારના રહેવાસી નથુ નારણ બારીયા, વર્ષાબેન નથુ બારીયા અને શુભ નથુ બારીયાએ નમો મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી. જેમાં શુભનું નામ એમ.બી.બી.એસ અભ્યાસમાં વેઈટીંગમાં આવ્યું થોડા સમયમાં આ ઉમેદવાર શુભ બારિયાનું એડમીશન ક્ધફર્મ થવાની તૈયારી હતી. ત્યાંજ શુભની પાછળ વેઈટીંગ લીસ્ટમાં આવનારા બે વિધાર્થીઓના વાલીઓ, જેમાં સરકારી કર્મી અનેશભાઈ ચાંમુડા અને શિક્ષક ધનજીભાઈ સોમાએ પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરી કે અમારી આગળ ઉમેદવાર શુભ નથુ બારીયા છે જેણે નોન-ક્રિમીલેયર અને ઈનકમ સર્ટિ. ખોટું આપેલ છે. અને શુભના પિતાની આવક ખૂબ જ મોટી છે. જેથી દીવ કલેકટર રાહુલ દેવ બુરાના આદેશ અને નેતૃત્વમાં શુભના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી જેમાં ઈનકમ સર્ટિ રૂ. 1,20,000 ડિકલેરેશનમાં દેખાડેલ છે. વાસ્તવમાં શુભના પિતાની આવક રૂ. 36,54,000 જે ચાર મહિનાની છે. સરકારને ગેરમાર્ગે દોરવું, સરકાર સાથે ચિટીંગ કરવા જેવા પ્રયાસ કરેલ હોવાથી મામલતદાર કચેરીમાંથી અવ્વલ કારકૂન રામજીભાઈ બામણીયાએ દીવ પોલીસ સ્ટેશનમાં નથુ નારણ બારિયા અને તેની પત્નિ અને પુત્ર વિરૂદ્ધ એફ.આઈ.આર નોંધાવી. બી.એન.એસ 2023 મુજબ 61, 236, 237, 318/3, 336/1, 340/2 અને 3/5 કલમ લગાડી ગુન્હો નોંધ્યો છે.

રિલેટેડ ન્યૂઝ