સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક. જમ્મુ બોર્ડરની મુલાકાત લેવામાં આવી હતી અને સરદાર પટેલની 151 મી જન્મ જયંતિ નિમિતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને આપડા વીર જવાનો સાથે સતત 8 માં વર્ષે દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જેવો મૂળ બગસરા ગામના વતની એ જણાવ્યું હતું કે આપડી રાત દિવસ જીવના જોખમે રક્ષા કરતા આપડા બહાદુર જવાનો સાથે ભારત પાક ની વિવિધ બોર્ડર પર દિવાળીના તહેવારોની સતત 8 માં વર્ષે ઉજવણી કરવા માટે જમ્મુ ઇજઋ કેમ્પસના ડી. આઈ. જી. કુલવંતરાય શર્મા (પીએસઓ) સાથે મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આવતી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 151 મી જયંતી નિમિતે જમ્મુ કેમ્પસમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને કેમ્પસ તેમજ અલગ અલગ બોર્ડર પરનાં 1000 જવાનો સાથે મીઠાઈ તેમજ ગિફ્ટ આપીને દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે તેમજ સંસ્થા દ્વારા આપડા બહાદુર જવાનોની સાથે પારિવારિક ભાવના સાથે વિચાર ગોષ્ઠી કરવામાં આવશે.આ મુલાકાત દરમિયાન સંસ્થા દ્વારા જમ્મુ સેક્ટરના ભારત પાક બોર્ડરની સુરક્ષા સંભાળતા અધિકારી ઓનું સાડી તેમજ મીઠાઈ અને સ્મૃતિ ચિન્હ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ બોર્ડર ટૂરમાં સંસ્થાના ટ્રસ્ટી ચેતન ભાલાળા તેમજ દુર્લભ નસિત સાથે જોડાયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના વ્યાજપુર પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતીને ભાવભીની વિદાય
37 વર્ષ સુધી એક જ શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી: નિવૃત્તિ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભાવુક... -
ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણીમા ૫૯.૨૫% મતદાન
ગાંધીનગર મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સવારે સાતથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાયેલી મતદૃાન પ્રક્રિયા શાંતિપૂર્ણ... -
ઓનલાઈન ગેમમાં દેણુ વધી જતા યુવાનનો ઝેરી દવા પી આપઘાત
હળવદના ધણાંદ ગામનો બનાવ; પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી આજના સમયમાં યુવાનોમાં ઓનલાઈન ગેમ...
